Charchapatra

દેશ અનાજ ક્ષેત્રે સ્વાવલંબી બન્યા પછી કઠોળ પ્રશ્ને પણ આત્મનિર્ભર બનવાની જરૂર

દેશમાં ઘઉંની અછત સર્જાય નહીં તે માટે તાજેતરમાં સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અનાજની બાબતે આપણો દેશ સ્વાવલંબી બની ગયો છે ત્યારે હવે વિવિધ કઠોળ તથા વિવિધ તેલીબિયાના પ્રશ્ને આત્મનિર્ભર બનવા સરકાર દ્વારા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરાય તે ખૂબ જ જરૂરી બન્યું છે. દેશમાં વિવિધ કઠોળનું જેટલું ઉત્પાદન થાય છે તેની સામે ઘરઆંગણે કઠોળની માંગ વધુ રહેતી હોવાથી દેશને દરીયાપારથી વિવિધ કઠોળની આયાત કરવી પડે છે. એ લક્ષમાં લેતા દેશમાં કઠોળનું ઉત્પાદન વધે તો આયાત પર આધાર ઘટાડી શકાય અને લોકોને પણ વ્યાજબી ભાવે કઠોળ પૂરું પાડી શકાય. આ માટે દેશમાં વિવિધ કઠોળનું ઉત્પાદન વધારવા હેકટર દીઠ પેદાશમાં વૃધ્ધિ મેળવવા સરકારે ખેડૂતોને વધુ કઠોળ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે તેમજ ખેડૂતોને ફર્ટીલાઇઝર ખાતર યોગ્ય અને પૂરતા પ્રમાણમાં અને વ્યાજબી ભાવે મળી રહે તે અર્થે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની પણ જરૂર છે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top