કોરોના પહેલાં ભારતીય રેલ અને રાજ્ય સરકારની બસ સેવામાં વરિષ્ઠ નાગરિકો માટે રાહત દરની મુસાફરી કરવા માટે 40 %જેટલી રાહત આપવામાં આવતી હતી. જે વરિષ્ઠ નાગરિકો માટે આશીર્વાદરૂપ હતી.પણ હાલ આ રાહત દરની મુસાફરી બંધ થઈ ગઈ છે. વરિષ્ઠ નાગરિકને આવકનો સ્રોત હોતો નથી. એટલે વરિષ્ઠ નાગરિકો ઈચ્છે છે કે સરકાર તેમને રાહત આપે તો થોડી સહાય મળી રહે. મફત મુસાફરીની કોઈ જ ઈચ્છા નથી. પણ થોડી રાહત મળી જાય એમ ઈચ્છે છે. જીવનસંધ્યાની આરે પહોંચેલાં વરિષ્ઠ નાગરિકો, 60 વર્ષની ઉંમર પછી રેલ્વે અને બસમાં જલ્દી રાહત આપે તેની પ્રતીક્ષા કરી રહ્યા છે અને પ્રતીક્ષા માત્ર પ્રતીક્ષા જ બની ના જાય તો સારું.
વડોદરા – જયંતીભાઈ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભગવાન ભાવનો ભૂખ્યો છે, પૂજા પાઠ દાનધરમનો તો લગીરે નથી
જગતમાં બીજું નથી કંઇ ઉત્તમ માનવીની ભાવના જેવું કે જેણે ભાવથી કર્યું છે સર્જન ભગવાન જેવું. સુરતના કવિ ગનીચાચા માનવીની ભાવનાને જ સત્યનો ઇશ્વર માને છે, પણ કવિની વાણી હૃદયની વાણી હોય છે, જયારે પોપટિયા પંડિતો તો મનની જ વાત કરે છે. જેમાં માત્ર ધન જ ભરાયેલું હોય છે.બાકી કોઇ રામલલ્લાને શિરે સૂર્યતિલક રૂપિયાનાં રૂપનું છે કે, ડોલરના રંગનુ છે તે તો ઇશ્વરનું સત્ય જાણનાર જ જાણે ને!
ધરમપુર – ધીરુ મેરાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.