Vadodara

અકસ્માત થયા બાદ પણ પરીક્ષા આપવા ગયેલી વિદ્યાર્થિનીને પેપર ન આપવા દીધું

વડોદરા : એમ એસ યુનિ ની ટી. વાય. બી. કોમ. માં અભ્યાસ કરતી વિધાર્થીની હિતાક્ષી પરીક્ષા આપવા આવી રહી હતી ત્યારે યુવતીને અકસ્માત થતા તે પાટા પીંડી કરીને પરીક્ષા આપવા આવી હતી . મોડું થયું હોવાથી સત્તાધીશો દ્વારા તેને પરીક્ષામાં બેસવા દેવામાં ન આવતા તેનું આખું વર્ષ બગડે તેવો વારો આવ્યો છે.વિધાર્થીની અકસ્માત માં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં  આંખમાં આંસુ સાથે સત્તાધીશો ને કહ્યું કે મને ખાલી 1 કલાક પરીક્ષામાં બેસવા દો હું પાસ થઈ જઇશ પરીક્ષા નહિ આપુ તો મારુ કેરીયર બગડી જશે. પરંતુ નિયમોને આધીન સમય પૂરો થયો હોવાથી તેને પરીક્ષામાં બેસવા દેવાઈ ન હતી.મનીષા ચોકડી પાસે અચાનક કૂતરું આવી જતાં તેનો અકસ્માત થયો હતો અને તેને મો ના ભાગે અને પગ ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, હિતાક્ષીને મોઢાના ભાગે કુલ 9 ટકા આવ્યા હતા.

સાથે પગે થી ચલાય તેવી પરિસ્થિતિ પણ ન હતી, છતાંય હિતાક્ષી તેની માતાને બોલાવી ડોકટરી દવા કરાવી જેમતેમ પોતાની પરીક્ષા આપવા કોમર્સની યુનિટ બિલ્ડિંગ પર પહોંચી હતી, પરંતુ કમનસીબે કોમર્સના પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીની ને બેસવા દેવામાં આવી ન હતી, દીકરી ત્યાં રડી રડી ખાલી 1 કલાક પરીક્ષામાં બેસવા દો હું પાસ થઈ જઇશ મારુ કેરીયર બગડી જશે તો પણ પ્રોફેસર ના પેટનું પાણી હલ્યું ન હતું.  આ મુદ્દે કોમર્સ ફેકલ્ટી ના વાઇસ ડીન કલ્પેશ શાહ દ્વારા પરીક્ષાના નિયમો મીડિયા સમક્ષ રજુ કર્યા હતાં , તેમનું કહેવું છે કે 30 મિનિટ બાદ કોઈને પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવે નહિ તેવો નિયમ છે,તે રીતે તેમને પોતાનો અને ડીન નો લૂલો બચાવ કર્યો હતો…

Most Popular

To Top