SURAT

ગુજરાતની આ યુનિવર્સિટીમાં હિન્દુ ધર્મને ભણાવવા બાદ હવે ભગવદ્ ગીતા ઉપર પણ કોર્ષ શરુ કરાશે

સુરત: હવે શાળા-કોલેજોમાં હિન્દુ ધર્મ સંબંધિત અભ્યાસક્રમોમાં સામેલ કરવામાં આવી રહ્યાં છે. થોડા સમય પહેલાં હિન્દુ ધર્મનો અભ્યાસનો ચેપ્ટર ઉમેર્યા બાદ હવે ગુજરાતની આ યુનિવર્સિટીમાં શ્રીમદ ભગવત ગીતા પર એક કોર્ષ શરૂ કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે.

સુરતમાં સ્થિત દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીએ હનિ્દુઇઝમના (Hinduism) અભ્યાસક્રમને મંજુરી આપ્યા બાદ હવે વિદ્યાર્થીઓને (Students) ગીતાના પાઠ ભણાવવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા (Shreemad Bhagwat geeta) અને જીવનમાં તણાવ અને આંતરિક સંઘર્ષનું વ્યવસ્થાપન, નામના સર્ટીફિકેટ કોર્ષને પણ મંજુરી આપવામાં આવી છે. મંગળવારે યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં એજન્ડા ઉપરના કામો ઉપર મહોર મારવામાં આવી છે. એકેડેમિક કાઉન્સિલના સભ્ય ડો.કશ્યપ ખરચીયાએ કહ્યું હતું કે, કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીના ડીન સ્નેહલ જોષીની રજૂઆતને પગલે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓમાં ગીતાના મૂલ્યની જાણકારી મળી રહે તે માટે ”Shrimad Bhagavad Gita & Stress and inner Conflict Management in life’’ (શ્રીમદ ભગવદ્ ગીતા અને જીવનમાં તણાવ અને આંતરિક સંઘર્ષનું વ્યવસ્થાપન ) નામના અભ્યાસક્રમ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ચાલુ શૈક્ષણિક વર્ષથી જ નર્મદ યુનિવર્સિટી સાથે સંકળાયેલા તમામ ડિપાર્ટમેન્ટ, કોલેજોમાં આ સર્ટીફિકેટ કોર્ષ શરૂ કરાશે જેની 1200 રૂપિયા જેટલી ફી પણ નક્કી કરી દેવામાં આવી છે.

હાલમાં જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવિર્સીટી દ્વારા સોસ્યોલોજી ડિપાર્ટમેન્ટમાં આગામી શૈક્ષણિક વર્ષ 2022-23થી એમ.એ ઇન હનિ્દુ સ્ટડીઝનો અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત હવે ગીતાના મૂલ્ય શિખવવામાં પણ દક્ષિણ ગુજરાત યુનવિર્સિટીએ અનોખી પહેલ કરી હોવાનું કહી શકાય તેમ છે. આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવિર્સિટીમાં ઓશો ચેરના ઉપક્રમે નવો સર્ટીફીકેટ કોર્ષ ( વર્ગખંડમાં શિક્ષણ અને શિક્ષકની ભુમિકા) તેમજ અમરોલી કોલેજોમાં 7 જેટલા સર્ટીફિકેટ કોર્ષ અને સમુદ્રી સીમાને અનુલક્ષીને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમ શરૂ કરવા તેમજ 2 ક્રેડિટના મલ્ટિડિસિપ્લિનરીના સર્ટિફિકેટ કોર્ષને શરૂ કરવાની મંજૂરી આજે એકેડેમિક કાઉન્સિલ દ્વારા આપવામાં આવી હતી. આગામી દિવસોમાં આ મામલો સિન્ડિકેટ સભા સમક્ષ મંજૂરી માટે રજૂ થશે. ત્યારબાદ અલગ અલગ સંસ્થા પાસે અરજી મંગાવી તે શરૂ કરાશે.

Most Popular

To Top