નવી દિલ્હી: દિલ્હીના (Delhi) નાંગલોઈ વિસ્તારના પોલીસ હેડક્વાર્ટરમાં બોમ્બ (Bomb) હોવાનો ઇમેલ મળ્યો હતો. દિલ્હીની શાળઓ બાદ હવે પોલીસ હેડક્વાર્ટરમાં (Police Headquarters) બોમ્બ હોવાનો ઇમેલ (Email) મળતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. તેમજ તપાસ બાદ પોલીસે આ ઈમેલ મોકલનારને શોધી કાઢ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આજે શુક્રવારે સવારે એક સગીરે આ ઈમેલ મોકલ્યો હતો. તેમજ તપાસ બાદ દિલ્હી પોલીસે આરોપી સગીરને પકડી લીધો હતો. તપાસમાં જાણવા મળ્યું કે બાળકે તોફાનમાં જ મેઈલ મોકલ્યો હતો. તેમજ પોલીસે સગીર સામે જેજે એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. તેમજ કાર્યવાહી અને કાઉન્સેલિંગ બાદ બાળકને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.
અગાવ પણ દિલ્હી પોલીસને ઈમેલ મળ્યા હતા કે દિલ્હી-એનસીઆરમાં શાળાઓ, હોસ્પિટલો, રાષ્ટ્રપતિ ભવન અને આઈજીઆઈ એરપોર્ટ સહિત અનેક સરકારી ઈમારતોમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. શાળા સહિત અન્ય સ્થળોએ ધમકીભર્યા મેઈલ આવ્યા બાદ સર્ચ કરવામાં આવ્યું હતું અને તેમાં કંઈ મળ્યું ન હતું.
ઓડિયો અને ટેક્સ્ટ મેસેજ વાયરલ થયા હતા
બુધવારે સવારે રાજધાનીની 100થી વધુ શાળાઓમાં બોમ્બ મુકવામાં આવ્યા હોવાના બનાવટી ઈ-મેઈલ પછી સાંજે સોશિયલ મીડિયા પર ઓડિયો અને ટેક્સ્ટ મેસેજ વાયરલ થયા હતા. રાજધાનીની ઘણી શાળાઓમાં બોમ્બ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે જાણી જોઈને લોકોને માહિતી આપી ન હતી. તેમજ ગુરુવારે આ મેસેજોની અસર જોવા મળી હતી.
ઘણા લોકોએ પોતાના બાળકોને શાળાએ મોકલ્યા ન હતા. સાથે જ પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ આવા મેસેજ પર વિશ્વાસ ન કરે. આમાં કોઈ સત્ય નથી. તેઓએ ન તો આ મેસેજો પર ધ્યાન આપવું જોઈએ અને ન તો તેને બીજા કોઈને મોકલવા જોઈએ.
1 મેના રોજ દિલ્હીની શાળાઓમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી
દેશની રાજધાની દિલ્હીની 100થી વધુ શાળાઓમાં બુધવારે વહેલી સવારે બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી. આ ધમકી વિદેશથી કોઇ અજાણ્યા અકાઉન્ટ દ્વારા ઇ-મેલથી આપવામાં આવી હતી. ઇ-મેલ મળતા જ દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમજ વિધ્યાર્થીઓને આનન-ફાનનમાં ઘરે પરત મોકલવામાં આવ્યા હતા.