World

સમોસા બાદ પાણીપુરી બની વ્હાઇટ હાઉસના સભ્યોની પ્રિય વાનગી

વોશિંગ્ટનઃ ભારતની (India) પ્રખ્યાત પાણીપુરી (PaaniPuri) હવે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં (White House) ભારતનું ગૌરવ બની ગઇ છે. વ્હાઇટ હાઉસે સોમવારે એશિયન અમેરિકન અને નેટિવ હવાઇયન અને પેસિફિક આઇલેન્ડર (AA અને NHPI) હેરિટેજ મહિનાની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન તમામ મહેમાનોને પાણીપુરી પીરસવામાં આવી હતી. જે હવેથી વ્હાઇટ હાઉસના મેન્યુમાં પણ સામેલ થશે.

મૂળ ભારતના સમોસા બાદ પાણી પુરી બીજી વાનગી છે જે હવે વ્હાઇટ હાઉસની ડિનર પાર્ટીઓમાં જોવા મળશે. ગઇ કાલે યોજાયેલ કાર્યક્રમમાં યુએસમાં વ્હાઇટ હાઉસ મરીન બેન્ડે સોમવારે એશિયન અને અમેરિકન સમક્ષ ભારતીય દેશભક્તિ ગીત “સારે જહાં સે અચ્છા” પણ વગાડ્યું હતું. જે મુહમ્મદ ઇકબાલ દ્વારા લખવામાં આવ્યું હતું.

ભારતની લોકપ્રિય ‘સ્ટ્રીટ ફૂડ’ વાનગી પાણીપુરી ગયા વર્ષે અનેક પ્રસંગોએ વ્હાઇટ હાઉસના મેનુમાં જોવા મળી હતી. ત્યારે ફરી એકવાર ગઇકાલે સોમવારે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા આયોજિત સમારોહમાં મહેમાનોને પાણીપુરી પીરસાતા ભારતીયો માટે આ ગર્વની વાત બની છે. આ કાર્યક્રમમાં કોવિડ-19 સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવનાર યુએસ સર્જન જનરલ ડૉ. વિવેક મૂર્તિ સહિત ઘણા એશિયન અમેરિકનો અને ભારતીય અમેરિકનોએ હાજરી આપી હતી.

યુએસ પ્રમુખ જો બિડેને સમારોહમાં જણાવ્યું હતું કે, ‘મૂળ હવાઇયન અને પેસિફિક ટાપુવાસીઓ કે જેમના પૂર્વજોએ સેંકડો વર્ષોથી આ જમીનને ઘર તરીકે અપનાવી છે, તેમજ એશિયન ઇમિગ્રન્ટ્સ કે જેઓ નવા આવ્યા છે અને જેમના પરિવારો પેઢીઓથી અહીં છે તેમના માટે આ ઉજવણી કરવામાં આવી રહી છે. AA અને NHPI લાંબા સમયથી આપણા મહાન ઈતિહાસનો એક ભાગ રહ્યો છે અને આપણા રાષ્ટ્રના નિર્ણાયક બળ પણ છે.

સમોસા પણ વ્હાઇટ હાઉસની પ્રિય વાનગી છે
અત્યાર સુધી વ્હાઇટ હાઉસના ફંક્શનના મેનુમાં માત્ર સમોસા જ જોવા મળતા હતા, પરંતુ હવે ઘણા પ્રસંગોએ પાણીપુરીને પણ મેનુમાં સામેલ કરવામાં આવી રહી છે. વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં આયોજિત સમારોહમાં હાજરી આપ્યા પછી, સમુદાયના નેતા અજય જૈન ભુટોરિયાએ જણઅવ્યું હતું કે, “ગયા વર્ષે જ્યારે હું અહીં આવ્યો ત્યારે ગોલગપ્પા/પાણીપુરી પણ મેનુમાં હતી.

ભુટોરિયા૫ વધુમાં કહ્યું હતું કે, આ વર્ષે પણ હું પાણીપુરીનો સ્વાદ લેવા માટે ઉત્સુક હતો અને અચાનક એક વેઈટર પાણીપુરી/ગોલગપ્પા લઈને આવી ત્યારે મને ખુબ આનંદ થયો. પાણીપુરીનો સ્વાદ થોડો મસાલેદાર હતો, એકદમ પરફેક્ટ!”

Most Popular

To Top