સુરત: સુરતમાં (Surat) ચોંકાવનારી ઘટના બની છે. અહીં બે છોકરાઓ (Boys) પેટ્રોલપંપ (PetrolPump) પર પેટ્રોલ ભરાવવા ગયા અને ત્યાર બાદ સળગતો (Fire) ફટાકડો (Crackers) પેટ્રોલપંપ પર ફેંકી નાસી છૂટ્યા હતા. સળગતા ફટાકડાના લીધે પંપ પર આગ લાગે તેવો ભય ઉભો થયો હોય વાહનચાલકો અને પેટ્રોલપંપના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈહતી. પીપલોદ ખાતે પેટ્રોલપંપ ઉપર બે છોકરાઓ મોપેડ પર આવી પેટ્રોલ ભરાવી બાદમાં સળગતો ફટાકડો ફેંકીને ભાગી ગયા હતા. સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ હોય એવું કહી શકાય છે. પેટ્રોલ પંપના મેનેજર દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પીપલોદ ખાતે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ૩૩ વર્ષીય મોતીલાલ દીલીપભાઇ ચૌધરી વેસુ યુનિવર્સીટી રોડ ખાતે સોમેશ્વરા ચાર રસ્તા પાસે આવેલા પેટ્રોલપંપ ઉપર મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે સાંજે પોણા છ વાગે મોપેડ ઉપર બે છોકરાઓ પેટ્રોલ ભરાવવા આવ્યા હતા. પેટ્રોલ ભરાવી પરત જવા નિકળ્યા ત્યારે મોપેડ ઉપર પાછળ બેસેલા છોકરાએ ડિસ્પેસર નંબર -૩ ની સામે ફોરકોટ એરીયામા સળગતો ફટાકડો ફેંકી ભાગી ગયો હતો.
સુપરવાઈઝર સંદિપ નિકુમે મોતીલાલને જણાવતા તેમને સી.સી.ટી.વી કેમેરામાં ચેક કર્યુ હતું. જેમાં જોવા મળે છે કે બે છોકરા મોપેડ પર પેટ્રોલપંપ ઉપર આવતાં જોવા મળે છે. પેટ્રોલ ભરાવી બાદમાં સળગતો ફટાકડો ફેંકીને જતા રહે છે. આ અંગે ઉમરા પોલીસને જાણ કરતા પોલીસે એકસીસ મોપેડ (GJ – 05 FV – 6662) ઉપર સવાર બે છોકરાઓની સામે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.