SURAT

રાંદેરની કિશોરી સાથે ઓન લાઈન મિત્રતા બાદ શારીરિક અડપલા કરાયા, બે સામે ગુનો દાખલ

સુરત: શહેરના રાંદેર (Rander) વિસ્તારમાંથી આજે ગુરૂવારે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં એક 12 વર્ષની કિશોરી સાથે બદકામ (Dirty Work) કરવાના ઇરાદે સોશિયલ મીડિયા (Social Media) ઉપર મિત્રતા કરી બે વિધર્મીઓ (Heathen) દ્વારા શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો.

  • રાંદેર વિસ્તારમાં કિશોરી સાથે શારીરિક અડપલા કરાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે
  • પીડિત કિશોરી સાથે આવું બદકામ કરનાર બે વિધર્મી યુવકો હોવાનું સામે આવ્યું
  • કિશોરી ધોરણ-7ની વિદ્યાર્થીની હોય પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના રાંદેર વિસ્તારમાં અહીં એક 7માં ધોરણમાં ભણતી કિશોરી સાથે ઓન લાઈન મિત્રતા કરી શારીરિક અડપલા કરાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ પીડિત કિશોરી સાથે આવું બદકામ કરનાર બે વિધર્મી યુવકો હોય મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આ સાથે જ કિશોરી ધોરણ-7ની વિદ્યાર્થીની હોવાનું સામે આવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કિશોરી વિદ્યાર્થીની સાથે બન્ને મુસ્લીમ યુવકોએ ઓન લાઈન મિત્રતા કરી હોવાનું સામે આવ્યું છે. મિત્રતા કેળવ્યા બાદ કિશોરીને પોતાની વાસનાનો શિકાર બનાવવા બંને વિધર્મીઓએ વારાફરતી શારીરિક અડપલા કર્યા હોવાનું સામે આવતા ચકચારી મચી ગઇ છે.

વધુમાં માહિતી મળી હતી કે માત્ર બે મહિનાના પરિચયમાં બંને યુવકોએ ઉપરા ઉપરી કિશોરી સાથે બદકામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ પ્રાથમિક તપાસમાં બંને યુવકો 20-25 વર્ષના હોવાનું અને કિશોરી 12 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. હાલ રાંદેર પોલીસે આ પ્રકરણમાં બંને યુવકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સામાજિક અગ્રણીએ કહ્યું હતું કે કિશોરી બુધવારની વહેલી સવારે ઘરેથી નીકળી ગયા બાદ પરિવાર ને ખબર પડતાં ભાગદોડ મચી ગઇ હતી. મોબાઇલ ટ્રેસ કરતા દીકરી મુંબઈમાં હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ મુંબઈ ના પરિચિત કાર્યકર્તાઓ ની મદદથી દીકરી સહિત એક મુશ્લિમ યુવકને ગાર્ડનમાંથી બપોરે જ પકડી લેવાયા હતા. ત્યારબાદ નજીકના પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતા. મધરાત્રે દિકરી સહિત એક આરોપીને પોલીસ કસ્ટડીમાં સુરત લવાયો હતો.

વધુમાં જણાવ્યું હતું કે દીકરી એક લગ્ન પ્રસંગમાં આ બન્ને મુસ્લિમ યુવકોના પરિચયમાં આવી હતી. ત્યારબાદ ઓન લાઈન સંપર્કમાં રહેતી હતી. એટલું જ નહીં પણ હિન્દૂ વેપારીની દિકરીઓને ફસાવી બદબાદ કરવાની સાથે રૂપિયા પડાવવાનો ખેલ હોવાની આશંકાને પણ નકારી શકાય નહી. દિકરીની શારીરિક તપાસ માટે તેને સિવિલ લવાઈ હતી. હાલ રાંદેર પોલીસ બે પૈકી ઝડપાયેલા એકની પૂછપરછ કરી રહી છે. એટલું જ નહીં પણ ફરાર બીજાની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top