Gujarat

નલિયા બાદ હવે રાજકોટ 9 ડિગ્રી સાથે રાજ્યનું બીજા નંબરનું સૌથી ઠંડુ શહેર બન્યુ

ગાંધીનગર : ઉત્તર – પૂર્વીય અને પૂર્વીય પવનની દિશાના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે રાજકોટમાં કોલ્ડ વેવની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિવસ દરમિયાન કચ્છના નલિયામાં 8 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. આગામી 2થી 3 દિવસની અંદર ઠંડીનો ચમકારો યથાવત રહેવાનો છે. હજુયે ઠંડી વધવાની ચેતવણી ઈશ્યુ કરાઈ છે. અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ કાતિલ ઠંડીની અસર વર્તાઈ રહી છે. શહેરીજનો સાંજ પછી શીત લહેરનો અનુભવ કરી રહ્યાં છે. ગાંધીનગરમાં પણ ઠંડીની અસર વર્તાઈ રહી છે. મોડી રાત્રે તથા વહેલી સવારે હાજા ગગડાવી નાંખતી ઠંડીની અસર જોવા મળી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર , હવામાન વિભાગના જણાવ્યા અનુસાર , રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 13 ડિ.સે., ડીસામાં 11 ડિ.સે., ગાંધીનગરમાં 13 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 13 ડિ.સે.,વડોદરામાં 13 ડિ.સે., દાહોદમાં 10.3 ડિ.સે., સુરતમાં 15 ડિ.સે.,ડાંગમાં 14.8 ડિ.સે., ભૂજમાં 11 ડિ.સે., નલિયામાં 8 ડિ.સે., કંડલા પોર્ટ પર 13 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 11 ડિ.સે., અમરેલીમાં 12 ડિ.સે., ભાવનગરમાં 14 ડિ.સે., રાજકોટમાં 9 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે., મહુવામાં 14 ડિ.સે. અને કેશોદમાં 12 ડિ.સે.,લઘુત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.

રાજકોટની સવારની શાળાનો સમય 7.10 ની જગ્યાએ 7.40 નો કરાયો
ગાંધીનગર : રાજયમાં છેલ્લા ત્રણેક દિવસથી કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જો કે તેમાંયે આજે તો 9 ડિગ્રી ઠંડીમાં રાજકોટવાસીઓ થરથરી ઉઠયા હતા. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા 48 કલાક માટે કોલ્ડ વેવની ચેતવણી ઈશ્યુ કરી દેવાઈ છે. રાજ્યમાં ધીરેધીરે કાતિલ ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે રાજકોટમાં ઠંડીનું પ્રમાણ વધતા શાળાના સમયમાં ફેરફાર કરાયો છે. વાલીઓની રજુઆતને ધ્યાને લઈને સરકારી અને ખાનગી સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો છે.

રાજકોટ શહેરની પ્રાથમિક, માધ્યમિક અને સરકારી તેમજ ખાનગી શાળાના સમયમાં ફેરફાર કરાયો છે. જિલ્લાની તમામ શાળામાં 30 મિનિટ મોડી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ઠંડીને લઇને વિદ્યાર્થીઓને રાહત અપાઇ છે. રાજકોટમાં સરકારી અને ખાનગી સ્કૂલમાં સવારનો સમય 7.10 ની જગ્યાએ 7.40 નો કરાયો છે.

Most Popular

To Top