સ્થાનિક રોજગારીને ઉત્તેજન આપવા અને વિઝા ફ્રોડ અટકાવવા માટે ગેરપ્રવાસી કામદારો પર ખાસ પ્રકારના નિયંત્રણો લાદતો પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 20થી વધુ વર્ષોના આંકડાઓનો અભ્યાસ કર્યા બાદ આ ઢંઢેરો પાડવામાં આવ્યો. જે માત્ર વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, અને ગણિત (STEM) ના ક્ષેત્રમાં એક વર્ષ અમલી રહેશે. આ ઢંઢેરા મુજબ ૧,૦૦,૦૦૦ ડોલરની H-૧B વિઝા ફીની જાહેરાત ફક્ત ભારત જ નહીં, બધા દેશોને લાગુ પડે છે. અમલદારો, મ્યુનિસિપલ કોર્પોરેશનોના અધિકારીઓ અને રાજકારણીઓના કેટલા પુત્રો અને પુત્રીઓ પ્રભાવિત થશે તેનો અભ્યાસ કરવામાં આવ્યો નથી. તેઓ તેમના પુત્રો અને પુત્રીઓને ટેકો આપવા માટે બેંક લોન માંગી શકે છે અથવા PF વગેરે ઉપાડી શકે છે.
અમેરિકા-ચીન વચ્ચેના કેટલાક વિવાદો પછી એક અમેરિકન ઉદ્યોગપતિએ છેલ્લા કેટલાક વર્ષોથી બેંગ્લોર સ્થિત એક ભારતીય ઉત્પાદકને ઉત્પાદન ઓર્ડર આપવાનું શરૂ કર્યું છે. મારા મિત્રએ તેને પૂછ્યું કે શું તેઓ વિવાદોના ઉકેલ પછી ચીન પાછા ફરશે. તેણે ઇનકાર કર્યો અને કહ્યું કે તેઓ ભારતમાં આઉટસોર્સ કરવાનું ચાલુ રાખશે કારણ કે ભારતીય મગજ ઝડપથી ટેકનોલોજીને પકડી શકે છે અને ઉત્પાદનમાં ભારતીયો પાસે મોટી સંભાવના છે. તેની એકમાત્ર સમસ્યા એ હતી કે ભારત દ્વારા બિઝનેસ વિઝા નકારવામાં આવ્યો હતો તેથી તેને બિઝનેસ હેતુઓ માટે ટૂરિસ્ટ વિઝા પર ભારત આવવું પડે છે.
અમદાવાદ – કુમારેશ ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.