Dakshin Gujarat

લસણની કળી કહી બહેનની છેડતી કર્યા બાદ ઘરે જઈ ભાઈઓને માર્યા, કામરેજમાં રોમિયોની દાદાગીરી

કામરેજ: કામરેજ ગામ પાસે લસણની કળી કહીને મશ્કરી કરતા ચાર ઈસમો માંફી માગવા માટે યુવતિના ભાઈ પાસે આવતા યુવતિના બન્ને ભાઈઓને લાકડીના સપાટામાં મારી એક ભાઈને માથામાં હાથમાં પહેરુલ કડુ મારી લોહીલુહાણ કરી દીધો હતો.

મૂળ ગીરસોમનાથ જિલ્લાના ઉના ગામના વતની અને હાલ કામરેજ ગામે શ્યામ સુંદર એવન્યુમાં બી બ્લોકમાં ફલેટ નંબર 202માં મીહીર જીતુ કામળીયા પરિવાર સાથે રહે છે. જીતુની બહેનની ચાર દિવસ અગાઉ લસણની કળી કહીને મશ્કરી કરી હતી, તેના માટે માંફી માંગવા માટે બે દિવસ અગાઉ બપોરના જીતુ પર ફોન આવતા ફલેટ નીચે ભરત, વિશાલ, એ.ડી અને એક અજાણ્યા ઈસમ ઓટો રીક્ષા નંબર જીજે 05 સીવી 7792 લઈને ઉભા હતાં.

નીચે જઈને જીતુએ ચારેયને જણાવેલ કે આપણી બધાની બહેન દીકરીઓ હોય, જેથી ગમે તેમ ચેનચાળા ન કરાય. તેમ કહેતા તમામ અમારી ભુલ થઈ ગઈ તેમ કહીને છુટા પડતા પાછળ આવીને એ.ડી નામના ઈસમે તેના હાથમાં રહેલું કડુ કાઢીને માંથામાં મારી દેતા લોહી નીકળવા લાગતા જીતુનો ભાઈ મોહિત નીચે આવતા વિશાલ, ભરત અને અજાણ્યા ઈસમે રીક્ષામાંથી લાકડી કાઢીને મારવા લાગ્યા હતાં.

બન્ને ભાઈઓને ગાળો આપી લાકડીના સપાટા માર મારતા ફલેટમાંથી જીતુની પત્નિ અને બહેન આવીને બન્નેને બચાવીને સારવાર માટે કામરેજ સામુહિક કેન્દ્રમાં લઈ જતાં જીતુને માથામાં ચાર ટાંકા લેવા પડ્યા હતા. બાદમાં ચારેય ઈસમ સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.

Most Popular

To Top