World

જયશંકરને મળ્યા બાદ બદલાયા મોહમ્મદ મુઈઝ્ઝુના સ્વર, કહ્યું- PM મોદીનો આભાર

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુના સુર ભારત માટે બદલાઈ ગયા છે. ભારત સાથેના સંબંધોમાં તણાવ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ શનિવારે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. મુઈઝ્ઝુએ પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર આ મીટિંગ અંગે ખુશી વ્યક્ત કરી હતી.

મુઈઝુએ ટ્વીટ કર્યું કે આજે ડૉ. એસ. જયશંકરને મળીને અને માલદીવના 28 ટાપુઓમાં પાણી અને ગટર યોજનાઓના સત્તાવાર સોંપણીમાં તેમની સાથે જોડાઈને આનંદ થયો. મુઈઝુએ માલદીવને હંમેશા સમર્થન આપવા બદલ પીએમ મોદી અને ભારતનો આભાર માન્યો હતો. મોહમ્મદ મુઇઝુએ કહ્યું કે માલદીવને હંમેશા સમર્થન આપવા બદલ હું ભારત સરકારનો ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું.

ભાગીદારીને મજબૂત બનાવવી
મુઇઝ્ઝુએ વધુમાં જણાવ્યું હતું કે સુરક્ષા, વિકાસ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં સહયોગ દ્વારા આપણા દેશોને નજીક લાવી અમારી કાયમી ભાગીદારી સતત મજબૂત બની રહી છે. સાથે મળીને અમે પ્રદેશ માટે ઉજ્જવળ, વધુ સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ.

Most Popular

To Top