તાપસી પન્નુ ( TAPSHI PANNU) અને અનુરાગ કશ્યપ ( ANURAG KASHYAP) ના ઘરે આવકવેરા વિભાગ ( INCOME TEX ) ના દરોડા બીજા દિવસે પણ ચાલુ છે. આ સાથે વિકાસ બહલ, વિક્રમાદિત્ય મોટવાણે, મધુ મન્ટેના રહેઠાણો ઉપર પણ દરોડા ચાલી રહ્યા છે . સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડા આગામી ત્રણ દિવસ સુધી ચાલી શકે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, આવકવેરા વિભાગની ટીમે મોડી રાત સુધી અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુની પૂછપરછ કરી હતી અને તેમના ઇલેક્ટ્રોનિક સાધનો જપ્ત કર્યા હતા. તેનો લેપટોપ ( LEPTOP) અને ફોન ( PHONE) તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. પુનામાં અનુરાગ અને તાપ્સીની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે, તેની સત્તાવાર માહિતી હજી સુધી મળી નથી.
આવકવેરા વિભાગે ફેન્ટમ ફિલ્મ, ક્વાન, એક્સાઈડ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટની ચાર કંપનીઓ પર પણ દરોડા પાડ્યા છે. અધિકારીઓએ મુંબઈમાં બિલ્ડર મધુ માન્ટેનાની ક્વીનબીચ બિલ્ડિંગ પર દરોડા પાડ્યા હતા. આ સિવાય તેની કંપની ક્વાનના ચાર એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા છે.
આવકવેરા વિભાગે બુધવારે મુંબઇ અને પુણેમાં 30 થી વધુ સ્થળોની શોધ કરી હતી. સમાચાર એજન્સી પી.ટી.આઈ. અનુસાર, આવકવેરા વિભાગ કરચોરીના આરોપોની તપાસ કરવા અને વધુ પુરાવા એકઠા કરવા માટે આ સિતારાઓના ઘરોમાં દરોડા પાડી રહ્યા છે . એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક આંતરિક વ્યવહારોની બાબત પણ આવકવેરા વિભાગની નજરમાં છે.
રાહુલ ગાંધીએ ( RAHUL GANDHI) કેન્દ્રને નિશાન બનાવ્યું હતું
રાહુલ ગાંધીએ કેટલાક મુર્ખામીના દાખલા આપીને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમનું આ ટ્વિટ ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુ દ્વારા કરવામાં આવેલા આવકવેરા વિભાગના દરોડા સાથે જોડવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘કેટલાક રૂઢિપ્રયોગો, આંગળીઓ પર નચાવવું, ભીગી બિલ્લિ ખંભા નોચે – કેન્દ્ર સરકારની સામે મૈત્રીપૂર્ણ મીડિયા. – જેમ કે કેન્દ્ર સરકાર ખેડૂતના સમર્થકોને ત્યાં દરોડા પાડી રહી છે. ‘
કેટલી જગ્યાએ રેડ?
બુધવારે લોખંડવાલા, અંધેરી, બાંદ્રા અને પુણેમાં સવારે 8 થી 9 દરમિયાન દરોડો શરૂ થયો હતો. આવકવેરા વિભાગે લગભગ 30 સ્થળોએ શોધખોળ હાથ ધરી હતી. આમાં અનુરાગ કશ્યપ અને તાપ્સી પન્નુના મુંબઇ ઘરો શામેલ છે.
રેડનું કારણ શું છે?
આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ વિભાગને ફેન્ટમ ફિલ્મ્સ કંપનીના કામકાજમાં અને ટ્રાન્ઝેક્શનમાં ખામી હોવાની શંકા છે. દરોડામાં મળેલા દસ્તાવેજો અને પુરાવાના આધારે તપાસનો વ્યાપ વધી શકે છે.