બોલીવુડ અભિનેતા સોનુ સૂદે(SONU SOOD) લોકડાઉન (LOCKDOWN) સમયે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી હતી. લોકડાઉન પછી પણ સોનુએ પોતાનું પરોપકારી કાર્ય ચાલુ રાખ્યું અને આજ સુધી તે ગરીબ અને નિરાધાર લોકોના મસીહા જ બની રહયા છે. તાજેતરમાં સોનુ સૂદે બીજી પહેલ કરી છે. જેના દ્વારા સોનુ સૂદ હવે કેન્સર (CANCER) ના દર્દીઓને પણ મદદ કરશે.

ખરેખર અભિનેતા સોનુ સૂદ તાજેતરમાં ડીકેએમએસ-બીએમએસટી નામના ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે. તે એક એનજીઓ છે, જે બ્લડ કેન્સર, થેલેસેમિયા,અપલસટીક એનિમિયા જેવા મલ્ટિપલ બ્લડ ડિસઓર્ડરના દર્દીઓને મદદ કરવાનું કામ કરે છે. હવે સોનુ સૂદ આ એનજીઓ માં જોડાયો છે અને લોકોને બ્લડ સ્ટેમ સેલ ડોનેટ કરવા માટે જાગૃત કરશે. સોનુએ એક વીડિયો દ્વારા આ માહિતી આપી છે

આ વીડિયોમાં સોનુ કહી રહ્યા છે કે, ‘આપણા જીવનમાં ફેમિલી સૌથી મહત્વપૂર્ણ છે. હું મારા પરિવારની ખુશી માટે કંઈ પણ કરી શકું છું. હું દેશના તમામ લોકોને અપીલ કરું છું કે દેશમાં બ્લડ કેન્સર અને લોહીના ઘણા વિકારથી પીડાતા દર્દીઓની મદદ માટે આગળ આવે અને બ્લડ સ્ટેમ સેલ ડોનેશન માટે નોંધણી કરાવે.
સોનુએ વધુમાં કહ્યું કે, ‘આપણા દેશમાં હજી પણ લાખો લોકો છે જે બ્લડ કેન્સર જેવા રોગો સામે લડી રહ્યા છે અને લોહીના ઘણા વિકારો છે. આ બધા માંદા લોકોને શક્ય તેટલી વહેલી તકે અમારી સહાયની જરૂર છે. આ બધા લોકોના જીવનમાં આશાની કિરણ બનાવવાની અમારી પાસે એક સરળ રસ્તો છે અને તે છે બ્લડ સ્ટેમ સેલ ડોનર તરીકે નોંધણી કરાવે.

‘મેં આને મારી ફરજ તરીકે સ્વીકાર્યું છે અને ભારતના બ્લડ સ્ટેમ સેલ ડોનર પુલમાં 10,000 બ્લડ સ્ટેમ સેલ દાતાઓ ઉમેરીને વધારવાનો સંકલ્પ કર્યો છે. હું આ ઉમદા હેતુ માટે આગળ આવવા માટે ડીકેએમએસ-બીએમએસટી જેવી તમામ એનજીઓનો આભાર માનું છું. સોનુ સૂદે આ અભિયાનમાં 10,000 દાતાઓને ઉમેરવાનું વચન આપ્યું છે.
