Gujarat

હરિયાણા બાદ બોરસદમાં ટ્રકે પોલીસ જવાનને કચડ્યો, ઘટના સ્થળે જ મોત

આણંદ: દેશમાં એક પછી એક પોલીસકર્મીઓને (Policeman) વાહનથી કચડી નાખવાની ઘટના સામે આવી રહી છે. હરિયાણા (Haryna), ઝારખંડ (Jharkhand) બાદ હવે ગુજરાતમાં (Gujarat) પણ ઓન ડ્યુટી પોલીસ કર્મી પર વાહન ચઢાવી કચડી નાખવાની ઘટના બની છે. આણંદ (Anand) જિલ્લાના બોરસદમાં (Borsad) પોલીસકર્મીને ટ્રકથી (Truck) કચડી (Crushed) નાખવાની ઘટના સામે આવી રહી છે. 24 કલાકમાં ત્રણ પોલીસ કર્મીઓને વાહનથી કચડી નાખવાની ઘટના બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના બોરસદમાં નાઈટ ડ્યુટી પોલીસ જવાન પર ટ્રક ચાલકે ટ્રક ચઢાવી દીધી હોવાની ઘટના બની છે. સૂત્રો પાસે મળતી વિગત અનુસાર ગતરાત્રે 1 વાગ્યે કિરણરાજ નામના પોલીસકર્મીએ જ્યારે નાઈટ ડ્યુટી દરમિયાન વાહનને રોકવાનો પ્રયત્નો કર્યા હતા. જો કે ટ્રક ડાઈવરે ટ્રક ઉભી નહીં રાખતા કિરણરાજે ઓવરટેક કરી ટ્રક ડ્રાઈવરને ટ્રક રોકવા માટે કહ્યું હતું પરંતુ ટ્રક ચાલકે કિરણરાજ પર ટ્રક ચઢાવી દીધી હતી. આ ઘટનામાં કિરણરાજના પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ તેમનું મોત નિપજ્યું હતું. હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ ઘટના અંગે આણંદ જિલ્લાના ડીએસપી અજિત રાજ્યાણે જણાવ્યું હતું કે ફરજ દરમિયાન પોલસકર્મી સાથે થયેલી આ ઘટના ઇરાદાપૂર્વક કરેલો ગુનો છે. રાજસ્થાન પાસિંગની ટ્રક હાલ પોલીસના કબ્જામાં છે. ટ્રક ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે ઇપીકો કલમ 304 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

કિરણરાજ 2006થી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. કિરણરાજ પરિણીત હતા અને તેમને બે સંતાન પણ છે. 4 વર્ષ અગાઉ તેમની પત્નીનું નિધન થયું હતું તેથી બે સંતાનની જવાબદારી તેમની પર જ હતી. માતા બાદ બે સંતાને પિતાની પણ છત્રછાયા ગુમાવી છે.

હરિયાણામાં DSPને કચડી નાખી હત્યા કરાઈ
ગતરોજ હરિયાણામાં DSPને ડમ્પરથી કચડી નાખવાની ઘટના સામે આવી હતી. હરિયાણા(Haryana)માં ગેરકાયદેસર(Illegal) ખાણ(Mining) રોકવા ગયેલા ડીએસપી(DSP)ની હત્યા કરી દેવામાં આવી છે. ખનન માફિયા(mafia)ઓએ ડીએસપીને ડમ્પર વડે કચડી નાખ્યા હતા. જેથી તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના ગુરુગ્રામને અડીને આવેલા નુહ જિલ્લાના તાવડુ પોલીસ સ્ટેશન વિસ્તારના પચગાંવ ગામની છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ તાવડુને ડુંગરમાં ગેરકાયદે ખનન થતું હોવાની બાતમી મળી હતી જેથી તેઓ દરોડો પાડવા ગયા હતા. આ કાર્યવાહી દરમિયાન ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈએ ખાણ સ્થળ પર પથ્થર ભરેલી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેઓને ડમ્પર વડે ટક્કર મારતા તેઓનું મોત નીપજ્યું હતું.

રાંચીમાં મહિલા પોલીસકર્મી પર પીકઅપ વાહન ચઢાવી કચડી નાખી
ઝારખંડ: હરિયાણા (Haryana) બાદ હવે ઝારખંડના (Jharkhand) રાંચી (Ranchi) જિલ્લામાં વાહન ચેકિંગ (Vehicle checking) દરમિયાન એક મહિલા ઈન્સ્પેક્ટરને (Woman Inspector) પીકઅપ વાને (pickup van) કચડી નાખી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઇન્સ્પેક્ટર સંધ્યા ટોપનોનું ઘટનાસ્થળે જ મોત (Death) થયું હતું. વાહન ચાલક ગુનો કર્યા બાદ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસ હવે આરોપીને શોધી રહી છે.

Most Popular

To Top