World

કોરોના બાદ ચીનમાં Zoonotic Langya વાયરસના 35 કેસ મળ્યા, જાણો કેવી રીતે ફેલાઈ છે

ચીન: કોરોના (Corona) હજુ પૂરો થયો ન હતો કે ચીનમાં (China) વધુ એક નવો વાયરસ (Virus) જોવા મળ્યો છે. તાઈવાન (Taiwan) સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર ચીનમાં ઝૂનોટિક લાંગ્યા (Zoonotic Langya) વાયરસ જોવા મળ્યો છે. જેના કારણે લગભગ 35 લોકો પણ સંક્રમિત જોવા મળ્યા છે. ચીન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તાઈવાન આ વાયરસના ચેપને ઓળખવા અને મોનિટર કરવા માટે ન્યુક્લિક એસિડ પરીક્ષણ પદ્ધતિ શરૂ કરશે.

પ્રાણીઓથી ફેલાઈ છે આ વાયરસ
લાંગ્યા હેનીપાવાયરસ ચીનના શેનડોંગ અને હેનાન પ્રાંતમાં જોવા મળ્યો છે. એક માહિતી અનુસાર, તે પ્રાણીઓથી માણસોમાં ફેલાઈ શકે છે. તાઇવાનના સીડીસીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ચુઆંગ ઝેન-હસિઆંગે રવિવારે જણાવ્યું હતું કે નિષ્ણાંતોઓએ કહ્યું છે કે વાયરસ માણસથી બીજા માણસમાં ફેલાતો નથી. જો કે, તેમણે કહ્યું કે વાયરસ વિશે વધુ માહિતી ન આવે ત્યાં સુધી સતર્ક રહેવા જણાવ્યું છે.

પાલતુ પ્રાણીઓ પર કરવામાં આવેલા સર્વેની માહિતી આપતાં તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 2% કેસ બકરીમાં અને 5% કૂતરામાં જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે 25 જંગલી પ્રાણીઓની પ્રજાતિઓ પર હાથ ધરવામાં આવેલા પરીક્ષણોના પરિણામો સૂચવે છે કે ઉંદર (એક નાનું જંતુભક્ષી સસ્તન પ્રાણી જે ઉંદર જેવું હોય છે) લાંગ્યા હેનીપાવાયરસના સંક્રમણનું મુખ્ય કારણ હોઈ શકે છે.

ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં ગુરુવારે પ્રકાશિત થયેલા અહેવાલ “A zoonotic henipavirus in the febrilepatis in China” માં જણાવવામાં આવ્યું છે કે ચીનમાં એક નવો હેનીપાવાઈરસ મળ્યો છે. જે માનવોમાં તાવની બીમારીનું કારણ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ચીનના શેનડોંગ અને હેનાન પ્રાંતમાં લાંગ્યા હેનીપાવાયરસથી સંક્રમિત 35 દર્દીઓ મળી આવ્યા છે. ચુઆંગે કહ્યું કે ચીનમાં 35 દર્દીઓનો એકબીજા સાથે કોઈ સંપર્ક નથી. તેમજ આ દર્દીઓના પરિવારજનો અને નજીકના સંબંધીઓમાં કોઈ ચેપ લાગ્યો નથી. 35 માંથી 26 દર્દીઓમાં તાવ, થાક, ઉધરસ, ભૂખ ન લાગવી, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો અને ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળ્યા છે. દર્દીઓમાં શ્વેત રક્તકણોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, દર્દીઓમાં લો પ્લેટલેટ્સ, લિવર ફેલ્યોર અને કિડની ફેલ્યોર જેવા લક્ષણો પણ જોવા મળ્યા છે.

Most Popular

To Top