બુધ્ધિશાળી વ્યકિતના મગજનો એક ખૂણો મૂર્ખાઇએ સાચવેલો હોય છે. એવું માનવું જરા પણ ખોટું નથી. પરંતુ મને એવું લાગે છે કે મારા મગજનો એ ખૂણો ખીચોખીચ ભરાઇ ગયો હશે! અમારા ઘરમાં પસ્તીના ભંડાર પડેલા છે. ‘મિત્ર’ (ગુજ. મિત્ર જ તો.) ના અધધધ…. 72 વર્ષના સત્સંગનું જ પરિણામ હશે શું? મારે માટે આ પસ્તી મૂલ્યવાન ખજાનો છે. જેમાં ખૂબ સારા આર્ટિકલ્સ, લેખો, વિશ્વના સુંદર પર્યટન સ્થળો, સુંદર ફોટોગ્રાફસ, ઉત્કૃષ્ટ સાહિત્ય…. વગેરે. એક-બે કબાટ ભરાય એટલું!
નવસારીનું ઘર બદલ્યું ત્યારે ‘સયાજી લાઇબ્રેરી’ને ઢગલાબંધ બનતી જાય છે અને હોટેલો ખુલતી જ જાય છે. કદાચ એટલે જ માનવીના મગજ નાના અને પેટા મોટાં થતાં જતાં હશે?! હજી એક વખત લાઇબ્રેરી પાસે જઇશું. જ્ઞાન એ શ્રેષ્ઠ દાન ગણાય છે. વહેંચવાથી વધે છે. પુસ્તકો આપણા અંત:કરણને વિશુધ્ધ કરે છે. વર્ષો પહેલાં મોબાઇલ, ટી.વી. લેપટોપ વગેરે નહોતાં ત્યારે પણ પુસ્તકો તો હતાં જ. જિંદગી સરળતાથી ચાલતી હતી. એક નાનું કબાટ ભરાય એટલા ફોટો આલબમ છે.
જાણે સૌંદર્ય-ખજાનો મારો! ગુજ.મિત્રના મોરપીચ્છ સમાન ભગવતીકુમાર શર્મા, ગુણવંત શાહ, શશીકાંત શાહ, રમણ પાઠક, દિનેશ પાંચાલ…. તેમજ અન્યો, તંત્રી લેખો, શ્રેષ્ઠ ચર્ચાપત્રીઓ વગેરેની યાદી ઘણી લાંબી છે. લોકો કરન્સીના બંડલો સાચવે એમ મેં આ ‘પસ્તી’ (પસ્તી શબ્દ વાપરતાં શરમ અનુભવુ છું.) ના બંડલો સાચવી રાખ્યાં છે. આ ખજાનાએ ભૂતકાળમાં અસીમ આનંદ આપેલો છે. પરંતુ સાવધાન! પસ્તી સાચવનારાઓ ચેતજો, છેવટે બધું પસ્તીમાં જ જવાનું છે. ચલણી નોટના બંડલો ખાસ સાચવજાે. એ છેવટ સુધી (ઇમરજન્સી વખતે ખાસ!) કામમાં આવશે. પસ્તી ઇમરજન્સીમાં કામ આવતી નથી. પસ્તી એ પસ્તી જ છે. છેવટે પસ્તી ‘પસ્તીમાં જ જવાની છે.’
પાલભાઠા – રમેશ એમ. મોદી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.