Vadodara

લાંબા વિરામ બાદ વરસાદી ઝાંપટા, વિશ્વામિત્રી વિસ્તાર પાણી પાણી

વડોદરા : શહેરમાં ભલે વરસાદ ઈંચમાં પડે પણ પાણીતો ફૂટમાજ ભરતા હોય છે. આજે લાંબા સમયના વિરામ બાદ શહેરમાં પડેલા વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જયારે શહેરના છેવાડે આવેલા વિશ્વામિત્રી વિસ્તારમાં તો ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા હતા. માત્ર થોડાક જ વરસાદમાં વિશ્વામિત્રી વિસ્તાર નર્કાગાર સ્થિતિમાં જોવા મળ્યું હતું. પાલિકાની પ્રિ મોન્સુનની કામગીરી પણ ખુલ્લી પડી છે. પાલિકા દ્વારા મોટી મોટી બંગો પોકારતા હતા કે અમે પ્રિ મોન્સુનની કામગીરી કરી છે જો કામગીરી કરી હોય તો આ વિસ્તારમાં પાણી ક્યાંથી ભરાય તેવું વિસ્તારનાં રહીશોએ જણાવ્યું હતું.
વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી કરી છે તેવી બંગો પોકારી છે છતાં તેમની પ્રિ મોન્સુનની કામગીરી શહેરીજનો સામે ખુલ્લી પડેલી જોવા મળી રહી છે.

ઘણા લાંબા સમયના વિરામ બાદ થોડો વરસાદ વરસ્યો હતો છતાં શહેરના છેવાડેના વિસ્તાર એવો વિશ્વામિત્રી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જ્યાં જુવો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. વિશ્વામિત્રી વિસ્તાના લોકોને ઘણી હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા છેલ્લા કેટલાક સમયથી વિસ્તારની છે પણ પાલિકાના કોઈ પણ અધિકારી અહિયાં ડોકિયું કરવા પણ આવતું નથી કે આમારા વિસ્તારની મુલાકાત પણ લેતું નથી અમે કઈ પરિસ્થિતિમાં છે તે પણ જોવા આવતા નથી અમારા વિસ્તામાં માત્ર થોડાક જ વરસાદમાં પાણી પાણી થઇ જાય છે. અમે ઘણીવાર તંત્રને રજૂઆત કરી છે ધારાસભ્ય , નગરસેવકો તથા પાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓને પણ રજૂઆત કરી છે છતાં અમારું કોઈ સાંભળતું નથી તેવું જણાવી વિસ્તારનાં રહીશોએ પાલિકા તત્ર પર રોષ ઠાલવ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે અમે વડોદરા શહેરમાં આવે છે કે નહી તે જ અમને ખબર નથી અમારી સમસ્યા તો આવી ને આવી જ છે.

Most Popular

To Top