ગરબાડા: ગરબાડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારો ની અંદર લાંબા વિરામ બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતુ, ત્યારે લાંબા વિરામ બાદ વરસાદી વાતાવરણ શરૂ થતા ગરબાડા પંથક ના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લાંબા વિરામ બાદ ગરબાડા તાલુકામાં ધોધમાર વરસાદ- છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય બફારો તેમજ ગરમી ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, ત્યારે આજરોજ સવાર થી ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ બપોરના સમય પછી ધોધમાર વરસાદ પડ્યો હતો.
ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય બફારામાંથી રાહત મેળવી હતી, ત્યારે આ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પસાર થતા ટુ-વ્હિલર ચાલકોએ થોડીવાર રોકાઇ જવાની ફરજ પડી હતી. ગરબાડા તાલુકા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો, છેલ્લા થોડા દિવસના ભારે બફારા બાદ આજરોજ ધોધમાર વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. તેમજ રસ્તાઓ પાણી પાણી થયા હતા. લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું. હાલ ખેડૂતો દ્વારા તૈયાર થયેલ પાક ની લણણી કરી રહ્યા છે ત્યારે તૈયાર પાક ને નુકશાન થવાની ભીતી સર્જાઈ હતી જેથી ખેડૂતો દ્વારા તૈયાર પાકને ખેતરોમાં ભેગુ કરી અને તાડપત્રી નાખવાની ફરજ પડી હતી.મકાઈ,સોયાબીન સહિતના પાકોને નુકશાન થશે એવું પણ સામે આવ્યું છે.
ખેડૂતો દ્વારા પાકોને તાડપત્રીથી ઢાકવાની ફરજ પડી
ગરબાડા તાલુકામાં ધોધમાર વરસાદ- છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય બફારો તેમજ ગરમી ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, ત્યારે શુક્રવારે સવાર થી ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ બપોર ના સમય પછી ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય બફારામાંથી રાહત મેળવી હતી, ત્યારે આ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પસાર થતા ટુ-વ્હિલર ચાલકોએ થોડીવાર રોકાઇ જવાની ફરજ પડી હતી. ગરબાડા તાલુકા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો, હાલ ખેડૂતો દ્વારા તૈયાર થયેલ પાક ની લણણી કરી રહ્યા છે ત્યારે તૈયાર પાક ને નુકશાન થવાની ભીતી સર્જાઈ હતી જેથી ખેડૂતો દ્વારા તૈયાર પાકને ખેતરોમાં ભેગુ કરી અને તાડપત્રી નાખવાની ફરજ પડી હતી.મકાઈ,સોયાબીન સહિતના પાકોને નુકશાન થશે એવું પણ સામે આવ્યું છે.