બે વર્ષના બ્રેક બાદ પરીક્ષાનો માહોલ જામ્યો

વડોદરા: છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને કારણે ઓફલાઇન શિક્ષણ અને પરીક્ષાઓ બંધ રહી હતી અને રાજ્ય સરકાર દ્વારા ધોરણ10 અને12 ના વિધ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું પરંતુ આ વર્ષના મધ્યભાગથી કોરોનાની ગતિ ધીમી પડતાં ઓનલાઇન શિક્ષણ બાદ ઓફલાઇન શાળાઓમાં શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે ધોરણ10 તથા 12 ની ગુજરાત સેકન્ડરી બોર્ડ તથા ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડની પરીક્ષાઓ ઓફલાઇન લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું .સોમવારથીધો-10 અને 12ની ઓફલાઇન પરીક્ષાઓનો પ્રારંભ થયો.વડોદરા શહેરના દિવાળીપુરા રોડ સ્થિત વિધ્યુત બોર્ડની શાળા ખાતે વડોદરા જીલ્લા કલેક્ટર એ.બી.ગોર દ્વારા પરીક્ષા કેન્દ્રનુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમના દ્વારા પ્રથમ દિવસે પરીક્ષા આપવા આવેલા ધો- 10ના વિધ્યાર્થીઓને ગુલાબ, પેન આપવામાં આવી હતી સાથે સાકર અને ચોકલેટથી મ્હોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.  બે વર્ષ બાદ યોજાયેલ ઓફ લાઈન પરીક્ષા યોજાતી હોવાથી વાલીઓ પણ ચિંતિત થઈને તેમના બાળકોને શાળાએ મુકવા આવ્યા હતા. વિધાર્થીઓના વાલીઓ  શાળાની  બહાર ભર તડકામાં બાળકોની રાહ જોતા ઉભા રહ્યા હતા.  બપોર બાદ ધો-12ના સમાન્ય પ્રવાહના વિધાર્થીઓનું એકાઉન્ટ જ્યારે વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓનું ફિઝિકસનું પેપર હતું. 

બોર્ડના પરીક્ષાર્થીઓનુ જિલ્લા કલેક્ટરે મો મીઠુ કરાવી સ્વાગત કર્યુ

આજથી બોર્ડની ઓફલાઇન પરીક્ષાઓનો પ્રારંભ થયો છે ત્યારે શહેરના દિવાળીપુરા રોડ સ્થિત વિધ્યુતબોર્ડની શાળા ખાતે ધોરણ 10 ની પરીક્ષા આપવા આવેલા વિધ્યાર્થીઓનું વડોદરાના જિલ્લા કલેક્ટરએ.બી.ગોર દ્વારા વિધાર્થીઓને પેન આપી મો મીઠુ કરાવીને પ્રવેશઆપવામાં આવ્યો હતો. નિર્ભયતા પૂર્વક  પરીક્ષા આપવા જણાવ્યુ હતુ. અને જીવનની પ્રત્યેક પળોમાં સફળતા મેળવે તેમ જણાવ્યું હતું. વડોદરાના મેયર કેયુર રોકડીયા અને ડેપ્યુટી મેયર નંદા જોશી, કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી અને વિપક્ષના અમી રાવત દ્વારા શુભેચ્છા પાઠવાઇ હતી.

Most Popular

To Top