SURAT

82 દિવસ બાદ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 2 અને 3 શરૂ, ઉધનાથી 115 ટ્રેન શિફ્ટ

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 MATH કામ માટે છેલ્લાં 82 દિવસથી બંધ રાખવામાં આવ્યું હતું. જે એપ્રિલથી ફરી 115 ટ્રેનોને સુરત રેલવે સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવી છે.

સુરત રેલવે સ્ટેશનની બહાર ટ્રાફિક વ્યવસ્થા વધુ અસરકારક બનાવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેના કારણે રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા વ્યવસ્થિત સંચાલન કરવામાં આવ્યું છે.

છેલ્લાં 82 દિવસથી પ્લેટફોર્મ નંબર 2 અને 3 બંધ હતું. તેને પાછું રેલવે પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. જેને પહેલી એપ્રિલથી રાતે 12:00 વાગ્યાથી જ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ બે અને ત્રણ શરૂ કરવામાં આવતા જેના કારણે સુરત વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બની જતી હોય છે.

આ સંદર્ભે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત છેલ્લા એક અઠવાડિયાથી પોતાના ટ્રાફિકના અધિકારી સાથે સુરત રેલવે સ્ટેશન પર અપડાઉન માટે આવતા હજારો મુસાફરોને લઈને પરામર્શ થઈ હતી. સુરત રેલ્વે સ્ટેશને પ્રવેશ દ્વાર સુરતનું છે. આજુબાજુ બસ ડેપો પણ છે જેને લઇને ટ્રાફિક સમસ્યા અત્યંત ગંભીર બનતી હોય છે.

આ સમસ્યાને પહોંચી વળવા માટે ટ્રાફિકના એસીપી વિનોદ ગામીત અને તેની ટીમને ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટેના પ્રયાસો હાથ ધરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા જેના ભાગરૂપે એસીપી ગામીતે ટ્રાફિકના વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સુરત રેલ્વે સ્ટેશન પર છોડવા લેવા આવતા વાહન અને ઓટોરિક્ષા માટે વ્યવસ્થિત રીતે પાર્કિંગમાં ઊભા રહીને પેસેન્જરને મૂકવામાં અને લેવામાં એવું આયોજન કરવામાં આવ્યું છે.

બીજી તરફ લંબે હનુમાન રોડ તરફ જવાનું ગરનાળુ છેલ્લા ઘણા સમયથી બંધ છે. જેથી કરીને વરાછાના મુદ્દા ગેટ એટલે ખાંડ બજાર તરફના ગરનાળું ટ્રાફિક જામની સમસ્યા વધુ બનતી હોય છે તે માટે પણ લાલ દરવાજા તરફનો રસ્તો ક્લિયર કરવામાં આવ્યું છે.

Most Popular

To Top