Entertainment

37 વર્ષ બાદ ગોવિંદાએ કર્યા બીજી વાર લગ્ન, આ સેલેબ્રીટીઓ બન્યા ગવાહ

મુંબઇ: બોલિવૂડમાં (Bollywood) પોતાની શાનદાર કોમિક ટાઈમિંગ (Comic timing) અને અદભૂત ડાન્સ મૂવ્સથી (Dance moves) લોકોનું દિલ જીતનાર ગોવિંદા (Govinda) હાલના દિવસોમાં ભલે ફિલ્મી પડદાથી દૂર હોય, પરંતુ ટીવી સ્ક્રીન પર તેમની સ્ટાઈલ જોવા મળે છે. અભિનેતાની ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો થયો નથી અને લોકો હજુ પણ તેમની ફિલ્મો જોવાનું પસંદ કરે છે.

તાજેતરમાં જ અભિનેતાએ કંઈક એવું કર્યું જેના પર હવે લોકોનું ધ્યાન ખેંચાઇ રહ્યું છે. વાસ્તવમાં અભિનેતાએ તેના લગ્નના 37 વર્ષ પછી ફરીથી લગ્ન કર્યા છે. તે પણ ટીવીના નાના પડદા ઉપર. માધુરી દીક્ષિત અને સુનીલ શેટ્ટી આ ખાસ પળના સાક્ષી બન્યા છે.

ગોવિંદાએ ફરી લગ્ન કર્યા
ગોવિંદા તેની પાર્ટનર એટલે કે પત્ની સુનીતા સાથે ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’ના સેટ પર પહોંચ્યા હતા. તેઓ મહેમાન તરીકે શોના સ્પેશિયલ એપિસોડનો ભાગ બન્યા હતા. દરમિયાન તેઓએ તેમના 37 વર્ષના જીવનસાથી એટલે કે તેમની પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા છે. તેમજ તેમનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં માધુરી દીક્ષિત ગોવિંદાને કહે છે કે તેમણે ક્યારે લગ્ન કર્યા તેની કોઇને ખબર પણ ન હતી.

આ અંગે દુઃખ વ્યક્ત કરતાં ગોવિંદાની પત્ની સુનીતાએ કહ્યુ હતુ કે તેમની પાસે લગ્નનો કોઈ ફોટો નથી. જેના જવાબમાં માધુરી દીક્ષિત કહે છે કે ફોટા ન હોય તો વાંધો નહી. પરંતુ તમારી પાસે ‘ડાન્સ લવર્સ’નો પરિવાર છે. તમારી પાસે વર-કન્યા પણ છે, તેથી આજે તેઓ તમને હાર પહેરાવશે. આ પછી સુનીલ શેટ્ટી અને માધુરીએ હાર આ લવ કપલને આપ્યા તેમજ ગોવિંદા અને સુનીતાએ ફરીથી એકબીજા સાથે લગ્ન કર્યા.

પ્રેમ ભરેલી ક્ષણો જોવા મળી
‘ડાન્સ દીવાને’ના આ ખાસ એપિસોડને ‘ગોવિંદા કી શાદી’ નામ આપવામાં આવ્યું છે. બંનેએ તેમના લગ્નની ક્ષણને ફરીથી એન્જોય કરી છે. કારણ કે તેમની પાસે લગ્નની કોઈ યાદગીરી નથી. આ અવસર પર દરેક લોકો સેટ ઉપર ઉત્સાહિત દેખાતા હતા. ગોવિંદા અને સુનીતા મેચિંગ કપડામાં જોવા મળ્યા હતા. ગોવિંદાએ પિંક ચમકદાર કુર્તા-પાયજામા પહેર્યો હતો, તો સુનિતા પણ હેવી પિંક લહેંગામાં જોવા મળી હતી. બંને વચ્ચે પ્રેમથી ભરેલી ક્ષણ પણ જોવા મળી હતી. વરમાળા બાદ બંને એકબીજાને ગળે લગાડતા અને કિસ કરતા જોવા મળ્યા હતા.

Most Popular

To Top