ઔરંગઝેબ તેના મૃત્યુની ત્રણ સદીઓ પછી પણ કટ્ટર હિન્દુત્વવાદી શક્તિઓને ત્રાસ આપી રહ્યો છે. મરાઠવાડાના સંભાજીનગર જિલ્લાના ખુલાદાબાદ નામના નિંદ્રાધીન શહેરને ફરી એકવાર એક વિવાદનો સામનો કરવો પડ્યો છે. આ શહેરના ઐતિહાસિક વિસ્તારની સાંકડી ગલીઓમાં સફેદ રંગથી રંગાયેલી સૂફી દરગાહ હિન્દુત્વવાદીઓનું નિશાન બની ગઈ છે કારણ કે, તેમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, તેની પત્ની અને પુત્રનું દફનસ્થળ આવેલું છે. તાજેતરનો હિન્દુત્વનો ઉભરો વિક્કી કૌશલ અભિનીત ફિલ્મ ‘છાવા’ ની બોક્સ-ઓફિસ સફળતાને આભારી છે, જે શિવાજીના મોટા પુત્ર છત્રપતિ સંભાજી ભોંસલેની કથા કહે છે, જેનું ઔરંગઝેબના હાથે ક્રૂર મૃત્યુ થયું હતું. જમણેરી હિન્દુત્વવાદી સંગઠનોએ હવે ખુલાદાબાદમાં ઔરંગઝેબની કબર તોડી પાડવાની નવી માંગણી કરી છે, જે કબર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની દેખરેખ હેઠળ છે. તેનું નિર્માણ ઔરંગઝેબના મૃત્યુ પછી સૂફી સંત ઝૈન ઉદ દિનના શિષ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
૭ માર્ચે શિવાજી જયંતિના અવસર પર વીએચપી અને બજરંગ દળે રાજ્યમાંથી ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગણી સાથે એક મોટી ઝુંબેશ શરૂ કરી છે. આ માંગણીને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શાસક મહાયુતિના ટોચના નેતાઓ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, જેઓ દ્રઢપણે માને છે કે ઔરંગઝેબની કબર તોડી પાડવી જોઈએ. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારે ઔરંગાબાદ જિલ્લાનું નામ બદલીને સંભાજીનગર રાખ્યું હતું. પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવ્યા પછી ભાજપ હવે ઔરંગઝેબની કબરને લક્ષ્ય બનાવીને મરાઠા ઇતિહાસ પર પોતાનો કબજો બનાવવાનું લક્ષ્ય રાખી રહ્યો છે. મુઘલ સમ્રાટની કબરના વિનાશ માટે ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના જબરદસ્ત સમર્થનથી તેના ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માટે અસ્વસ્થતાભરી સ્થિતિ ઊભી થઈ છે. મુસ્લિમ સમુદાયોનો ટેકો મેળવતી NCP એ સત્તાવાર રીતે ભાજપ અને શિવસેનાના વલણથી પોતાને દૂર કરી દીધી છે. અગાઉ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીને ઔરંગઝેબને સારા પ્રશાસક તરીકે પ્રશંસા કરતા વિવાદાસ્પદ નિવેદન બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ NCP એ મૌન પ્રતિક્રિયા જાળવી રાખી હતી.
આ વખતે વિક્કી કૌશલ અભિનીત ‘છાવા’ ફિલ્મને કારણે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે, જેમાં છત્રપતિ સંભાજીનું ઔરંગઝેબ સાથેનું યુદ્ધ અને ઔરંગઝેબે સંભાજીને કેવી રીતે ત્રાસ આપીને મોતને ઘાટ ઉતાર્યા તે દર્શાવવામાં આવ્યું છે. ઘણા રાજાઓ અને સૂફી સંતોને ખુલદાબાદમાં દફનાવવામાં આવ્યા છે. ઔરંગઝેબનો મકબરો ખ્વાજા સૈયદ ઝૈનુદ્દીનના મકબરાના પરિસરમાં જ સ્થિત છે, જેને તે પોતાના ગુરુ માનતો હતો. ઔરંગઝેબનુ વર્ષ ૧૭૦૭માં અહમદનગરમાં અવસાન થયું, પરંતુ તેના વસિયતનામા અનુસાર તેને તેના આધ્યાત્મિક ગુરુ પાસે દફનાવવામાં આવ્યો હતો. છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજીને ફાંસી આપવાનો આદેશ આપનાર ઔરંગઝેબ મહારાષ્ટ્રમાં એક ઊંડે સુધી ધ્રુવીકરણ કરનાર વ્યક્તિ છે, જે અવારનવાર વિવાદો પેદા કરે છે.
આ મહિનાની શરૂઆતમાં છત્રપતિ શિવાજીના વંશજ અને સતારાના સાંસદ ઉદયનરાજે ભોંસલેએ ઔરંગઝેબને ચોર કહ્યો હતો અને કબર તોડી પાડવાની હાકલ કરી હતી. તેમણે જે લોકોને કબરની મુલાકાત લેવાનું ગમે છે તેમને કબરને તેમના ઘરે લઈ જવા કહ્યું હતું. ગયા અઠવાડિયે શિંદેની સેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ લોકસભામાં આવી જ માંગણી કરી હતી.
વીએચપી મહારાષ્ટ્રના તમામ ૩૬ જિલ્લાના કલેક્ટરોને ઔરંગઝેબની કબર તોડી પાડવાની તેમની માંગણીનું એક મેમોરેન્ડમ આપવાની પણ યોજના ધરાવે છે. ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના બંને શાસક મહાયુતિ ગઠબંધનના સભ્યોના નેતાઓએ પણ આ માળખાંને તોડી પાડવાની માંગણી કરી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI), જેના રક્ષણ હેઠળ આ સ્થળ આવે છે, તેણે સમાધિની બહાર સુરક્ષા વધારી દીધી છે. VHP પ્રવક્તા શ્રીરાજ નાયરે જણાવ્યું હતું કે અમે સમગ્ર મહારાષ્ટ્રમાં નાનાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છીએ. આગળનું પગલું અમારી માંગણી સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને મળવાનું હશે અને જો તેનાથી પણ કોઈ પરિણામ નહીં આવે તો અમે સમાધિ પર કારસેવા કરીશું.
VHP દ્વારા મકબરાને તોડી પાડવાની માંગણી હમણાં જ કેમ કરવામાં આવી રહી છે તેવું પૂછવામાં આવતાં નાયરે કહ્યું કે ૧૯૪૭ થી આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણ કરતી સરકારનું શાસન હતું. ૨૦૧૪ પછી જ આપણને અયોધ્યામાં રામ મંદિરના પુનઃસ્થાપન જેવા મુદ્દાઓ પર જોરદાર કાર્યવાહી જોવા મળી છે. તેથી અમને લાગે છે કે આ માંગણી કરવાનો આ યોગ્ય સમય છે. આ માંગણી ભારતીય મુસ્લિમો વિરુદ્ધ નથી કારણ કે, દેશી મુસ્લિમોના પૂર્વજો મુઘલ નથી. જ્યારે VHP રસ્તાઓ પર ઉતરી આવ્યું છે, ત્યારે મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં પણ કબર તોડી પાડવાની માંગણીઓ જોર પકડી રહી છે. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કબર તોડી પાડવાના આહ્વાનને સમર્થન આપ્યું હતું, પરંતુ કહ્યું હતું કે તે કાયદેસર રીતે થવું જોઈએ કારણ કે, અગાઉની સરકારોએ તેને સંરક્ષિત સ્થળ તરીકે ASI ને સોંપ્યું હતું.
ઔરંગઝેબનો મકબરો ભૂતકાળમાં પણ વિવાદો પેદા કરનારો બન્યો હતો. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના નેતા અકબરુદ્દીન ઓવૈસીએ મે ૨૦૨૨ માં ઔરંગઝેબના મકબરાની મુલાકાત લીધી હતી અને ફૂલો અર્પણ કર્યા હતા, ત્યારબાદ રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ આ માળખાંને તોડી પાડવાની હાકલ કરી હતી. આ વિવાદ વચ્ચે ખુલદાબાદની મસ્જિદ સમિતિની વિનંતીને પગલે ASI એ કબરને પાંચ દિવસ માટે બંધ કરી દીધી હતી. તે સમયે, જેમનો પરિવાર છ પેઢીઓથી આ મકબરાનું ધ્યાન રાખે છે તે શેખ નિસાર અહેમદે જણાવ્યું હતું કે છત્રપતિ સંભાજીનગર શહેરથી લગભગ ૨૮ કિમી દૂર આવેલા આ સ્મારકને સાંપ્રદાયિક તણાવના ડરથી બંધ કરવું પડ્યું હોય તેવું પહેલી વાર બન્યું છે. તેના પૂર્વજો ઔરંગઝેબના ખાદિમ હતા. ઔરંગઝેબના મૃત્યુ પછી તેના પુત્રએ કહ્યું કે અમારા પરિવારે તેના પિતાની સારી સેવા કરી છે અને અમને તેના અંતિમ સંસ્કારમાં તેમની સાથે રહેવા કહ્યું હતું. ઔરંગઝેબ ઇચ્છતો હતો કે તેનો મકબરો માટીથી બનેલો હોય અને તે આકાશ તરફ ખુલ્લો હોય. તેની ઇચ્છા ૧૪ રૂપિયા ૧૨ આનામાં મકબરો બનાવવાની હતી. તેને કોઈ ઝરી કે મસ્લિન જોઈતા નહોતા. અહેમદનો પરિવાર ઉર્સ અને અન્ય સમારંભોનું આયોજન મુલાકાતીઓ દ્વારા કબર પર મૂકવામાં આવતા દાનથી કરે છે. આ પરિવાર છેલ્લા ચાર દાયકાથી રત્નો અને અત્તરના વ્યવસાય સાથે સંકળાયેલો છે. અહેમદ કબરની બહાર જ એક નાની દુકાન ચલાવે છે.
ખુલદાબાદ વિશે એવું કહેવામાં આવે છે કે તે ધાર્મિક અને ઐતિહાસિક પરંપરાઓ ધરાવતું ગામ છે. પ્રખ્યાત ધાર્મિક સ્થળ ભદ્ર મારુતિ અહીં આવેલું છે. નજીકમાં ગિરિજી દેવી મંદિર અને દત્ત મંદિર છે. દક્ષિણ ભારતમાં ઇસ્લામનો ગઢ અને સૂફી ચળવળનું કેન્દ્ર હોવાને કારણે દેશ અને વિદેશમાંથી સૂફી સંતો અહીં આવતા રહે છે. તે બધા સૂફી સંતોની કબરો ખુલદાબાદમાં છે. ખુલદાબાદમાં બાવન વાડા છે. તેમાં બ્રાહ્મણ વાડા, ભીલ વાડા, કુંભાર વાડા, ચમાર વાડા, ધોબી વાડા, સાલી વાડા, ઇમામ વાડાનો સમાવેશ થાય છે. જ્યારે શિવાજી જયંતીની શોભાયાત્રા અહીંથી પસાર થાય છે, ત્યારે મુસ્લિમો તેમને ફૂલો અને પાણી આપીને સ્વાગત કરે છે. જ્યારે ઉર્સ પસાર થાય છે, ત્યારે હિન્દુઓ તેનું સ્વાગત કરે છે. અહીં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એકતા છે.
ઇતિહાસકાર વિશ્વાસ પાટિલે નોંધ્યું છે કે શિવાજી એક મહાન હિન્દુ શાસક હતા, જેમણે પોતાની મુસ્લિમ પ્રજાનું પણ ધ્યાન રાખ્યું હતું અને ઘણા મુસ્લિમ સેનાપતિઓને પોતાની સેનામાં ભરતી કર્યા હતા. પ્રતાપગઢના પ્રખ્યાત યુદ્ધ પછી તેમણે મુઘલ શાસક અફઝલ ખાનને ગળે લગાવ્યો હતો અને તીક્ષ્ણ વાઘના પંજાના હથિયારથી તેની હત્યા કરી તે પછી શિવાજીએ અફઝલ ખાનની કબર માટે જમીનનો ટૂકડો પણ દાનમાં આપ્યો હતો. શિવાજીએ તેમના મંત્રીઓ અને સૈનિકોને યાદ અપાવ્યું હતું કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેની સાથે દુશ્મનાવટ ન રાખવી જોઈએ.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.