બેંગલૂરુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બેંગલૂરૂના (Bangalore) યેલહાંકાને એરફોર્સ સ્ટેશન પર એરો ઈન્ડિયાના 2023ની (Aero India 2023) શરૂઆત કરાવી છે. પીએમ મોદીએ આ એર ઈન્ડિયા શોનું (Air India Show) ઉદ્ઘાટન કર્યું છે. ભારતનું સૌથી મોટું એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન એરો ઈન્ડિયાની 14મી સીઝન સોમવારથી શરૂઆત થઈ ગઈ છે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે 5 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 98 દેશો ભાગ લઈ રહ્યા છે. આ એર શોની થીમ ‘ધ રનને ટુ એ બિલિયન ઓપર્ચ્યુનિટીઝ’ છે. કોરોનાકાળ બાદ પ્રથમ વખત આ શોમાં દર્શકો પણ સામેલ થયા છે.
એર શોનું ઉદ્ધાઘટન કર્યા બાદ પીએમ મોદીએ દેશનું સંબોધન કર્યું હતું, તેમણે કહ્યું કે એરો ઈન્ડિયા શો માત્ર એક શો નથી, પરંતુ દેશની તાકાત છે. તેમણે કહ્યું કે આ ભારતની નવી ઊંચાઈઓના સંકેત છે. આ નવી શક્યતાઓનું સર્જન કરશે. આત્મનિર્ભર બનીને ભારતની તાકાત સતત વધી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કોઈ દેશ નવી વિચારસરણી, નવા અભિગમ સાથે આગળ વધે છે ત્યારે તેની સિસ્ટમ્સ પણ નવી વિચારસરણીને અનુરૂપ થવા લાગે છે. ભારત આજે સંભવિત સંરક્ષણ ભાગીદાર પણ છે, આજે દેશ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે અને તેને પાર પણ કરી રહ્યો છે. 13 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ શોમાં મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ પ્લાન મુજબ સ્વદેશી ટેક્નોલોજીને પ્રદર્શિત કરવા અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે 21મી સદીનું નવું ભારત ન તો કોઈ તક ગુમાવશે અને ન તો તેની મહેનતમાં કોઈ કમી રહેશે. અમે તૈયારી કરી રહ્યા છીએ. અમે દરેક ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહ્યા છીએ. જે દેશ દાયકાઓ સુધી સંરક્ષણનો સૌથી મોટો આયાતકાર હતો તે દેશ હવે વિશ્વના 75 દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં દેશની નિકાસ 6 ગણી વધી છે. 2021-22માં, અમે અત્યાર સુધીમાં $1.5 બિલિયનથી વધુનો રેકોર્ડ નિકાસનો આંકડો પાર કર્યો છે. સંરક્ષણ એક એવું ક્ષેત્ર છે જેનું બજાર સૌથી જટિલ માનવામાં આવે છે. પરંતુ ભારતે તેના સંરક્ષણ ક્ષેત્રને નવજીવન આપ્યું છે. અમારું લક્ષ્ય 2025 સુધીમાં સંરક્ષણ સાધનોની નિકાસ $1.5 બિલિયનથી વધારીને $5 બિલિયન કરવાનું છે.
‘એર શોમાં ઇકો રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’
‘એરો ઈન્ડિયા 2023’માં પીએમ મોદીએ કહ્યું કે આકાશમાં ગર્જના કરતા ફાઈટર જેટ મેક ઈન ઈન્ડિયાની શક્તિ દર્શાવે છે. પીએમે કહ્યું કે ફાઈટર જેટની સાથે એરો ઈન્ડિયા શો પણ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો પડઘો પાડે છે. સમગ્ર વિશ્વમાં ભારતમાં થયેલા સુધારાની ચર્ચા થઈ રહી છે.તમને જણાવી દઈએ કે એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી ઉદઘાટનના ફેલાઈ પાસ્ટમાં ‘ગુરુકુલ’ ફોર્મેશન ડીલ કરશે. તેઓ LCA ઉડાવશે. ‘ગુરુકુલ’ ફોર્મેશનમાં એક LCA,એક HAWKi,એકIJT,એક HTT-40 સામેલ હશે.
કાર્યક્રમમાં UAV સેક્ટરના વિકાસ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે, જે ભવિષ્યની મહાન ટેકનોલોજી છે. એલસીએ તેજસ, ડોર્નિયર લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરને પણ પ્રમોટ કરવામાં આવશે. આ સાથે 09 સંરક્ષણ કંપનીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે. આ સાથે 32 દેશોના રક્ષા મંત્રીઓ પણ એરો શોમાં ભાગ લઈ રહ્યા છે.
ભારતમાં યુનાઇટેડ સ્ટેટ્સના રાજદૂત એલિઝાબેથ જોન્સ એર શોમાં અત્યાર સુધીના સૌથી મોટા અમેરિકન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે ભારત તેની સંરક્ષણ ક્ષમતાઓને આધુનિક બનાવી રહ્યું છે, અલબત્ત અમે ભારતના પસંદગીના ભાગીદાર બનવા માંગીએ છીએ. અમે પરસ્પર ફાયદાકારક સહ-ઉત્પાદન અને સહ-વિકાસ ભાગીદારી પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.