અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સત્તા પર આવતા જ અમેરિકા સાથે વેપાર-વાણિજ્ય કરતા મહત્તમ દેશો પર આકરો ટેરિફ લગાવ્યો. જેના કાઉન્ટર એટેક હેઠળ અન્ય દેશોએ પણ અમેરિકાની વસ્તુઓ પર મોટો ટેરિફ લગાડ્યો હતો. જેના વિપરીત પરિણામ સ્વરૂપ અને આંતરરાષ્ટ્રીય અસર હેઠળ સ્વાભાવિક રીતે દેશનું શેર બજાર સતત નીચી સપાટીએ સરકી રહ્યું છે. જેથી લાખો શેરધારકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. શેરબજારની સ્થિરતા માટે વિશ્વના તમામ દેશો એકબીજા સાથેનો વેપાર-વિનીમયમાં આ સ્થિરતા અને પારદર્શીકતા હોવી ખૂબ જ જરૂરી છે.
સુરત – રાજુ રાવલ.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અતિરેક
તાજેતરમાં ‘વિશ્વ મહિલા દિન’ ઉજવાય ગયો. નારી શક્તિનું ખૂબ અભિવાદન થયું. પરંતુ એ જ દિવસે દેશમાં બે સ્ત્રીઓ ઉપર બળાત્કાર થયો અને એમાંથી એક તો પરદેશી સ્ત્રી. આ સિવાયના પણ ઘણા દાખલા હશે જે પ્રગટ નથી થયા. થોડે થોડે વખતે જાતજાતના ડે ઉજવાય અને મીડિયા પર તે દિવસ પુરતા તે સમાચારો છવાય જાય. રાષ્ટ્રિય તહેવાર હોય તો દેશભક્તિનો જુવાળ આવે. રક્ષાબંધન-ફાધર્સ ડે, મધર્સ ડે વગેરે. વિશ્વ યોગ દિનના દિવસે અસંખ્ય યોગીઓ યોગાભ્યાસ કરતા દેખાય. પછી બીજે દિવસે ઢૂંઢતે રહ જાઓગે. આ દંભ કરવાને બદલે આ ભાવના એક દિવસ નહી પણ કાય માટે મનમાં ઉતરે, રોજ એનું પાલન કરવામાં જ સાર્થકતા છે.
સુરત – પલ્લવી ત્રિવેદી.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
