SURAT

B.Com, BA, M.Com અને MAના એક્સર્ટનલ કોર્સોનાં ફોર્મ ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ભરાવાના શરૂ થશે

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) બીકોમ, બીએ, એમકોમ અને એમએના એક્સટર્નલ કોર્સોની એડમિશન પ્રોસેસ (Admission Process) શરૂ કરનારી છે. આવતા મહિનાના એટલે કે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થશે. જે સીધી જ એક મહિના સુધી ચાલનારી છે. એક્સર્ટનલ કોર્સોનાં ફોર્મ ભરવાથી માંડીને વેરિફિકેશન કરવા સુધીની તમામ કામગીરી વિદ્યાર્થીઓએ (Student) ઓનલાઇન કરવાની રહેશે.

શૈક્ષણિક વર્ષ-2021-22માં યુનિવર્સિટીએ બીકોમ, બીએ, એમકોમ અને એમએની એક્સર્ટનલની એડમિશનની કાર્યવાહી જાન્યુઆરી મહિનાના અંત સુધી પણ શરૂ કરી ના હતી. જેને કારણે સેનેટ સભ્ય સભ્ય કનુ ભરવાડે વાંધો ઉઠાવ્યો હતો અને કુલપતિ ડો.કે.એન.ચાવડાને આવેદનપત્ર આપી તાકીદે એક્સર્ટનલ કોર્સોની એડમિશન પ્રોસેસ શરૂ કરાવવા સાથે દર વર્ષે સમયસર શરૂ થાય તેવી માંગ કરી હતી. આ પછી યુનિવર્સિટી પહેલી ફેબ્રુઆરી, 2022થી એડમિશન પ્રોસેસ શરૂ કરી હતી. ઉપરાંત આવેદનપત્રને જોતાં આ વખતે શૈક્ષણિક વર્ષ 2022-23ના એક્સર્ટનલ કોર્સોનાં એડમિશન યુનિવર્સિટી વહેલા શરૂ કરનારી છે. યુનિવર્સિટીની રેગ્યુલર કોર્સોની મુખ્ય જાહેર પરીક્ષાની સાથે ચૂંટણીને જોતાં ડિસેમ્બર મહિનાની 20મી તારીખ પછીથી એક્સર્ટનલ કોર્સોની એડમિશન પ્રોસેસ શરૂ થશે. જે સીધી એક મહિના સુધી ચાલશે. ત્યાર બાદ લેટ ફી સાથે ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલનારી છે.

હવે એમએ એક્સર્ટનલમાં કોઈપણ પ્રવેશ મેળવી શકશે
કોઈપણ વિષયમાં અંડર ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થી એમએ એક્સટર્નલના કોઈપણ કોર્સમાં શૈક્ષણિક વર્ષ 2022-23થી પ્રવેશ મેળવી શકશે. જે-તે ડિપાર્ટમેન્ટમાં નોકરી માટે કે વધારાના કોર્સો માટે જરૂરી લાયકાત જે-તે વિભાગના નિયમોને આધીન રહેશે. આ નિર્ણય જાન્યુઆરી-2022માં લેવામાં આવ્યો હતો.

એક્સર્ટનલ કોર્સોની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશે
યુનિવર્સિટીએ બીકોમ, બીએ, એમકોમ અને એમએના એક્સર્ટનલ કોર્સોની પરીક્ષા હવે વર્ષમાં બે વખત લેવાનો પણ નિર્ણય કર્યો છે. પહેલા એક્સર્ટનલ કોર્સોમાં કોઇપણ વર્ષનો વિદ્યાર્થી નાપાસ એટલે કે એટીકેટી લાવે તો તેણે એક વર્ષ સુધી પરીક્ષાની રાહ જોવી પડતી હતી. આમ, વિદ્યાર્થીઓનો સમય બગડતો હોવા સાથે હેરાન-પરેશાન થવું પડતું હતું.

એટીકેટી સોલ્વ કરવાની સમયમર્યાદા દૂર
યુનિવર્સિટીએ એક્સર્ટનલના કોર્સમાંથી પણ એટીકેટી સોલ્વ કરવાની સમયમર્યાદા દૂર કરી છે. પોસ્ટ ગ્રેજ્યુએટમાં જૂન-2010 અને અંડર ગ્રેજ્યુએટમાં જૂન-2011થી રેગ્યુલર કે પછી એક્સર્ટનલ કોર્સમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓનો એટીકેટીને કારણે અભ્યાસ અધૂરો રહ્યો હોય એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરીને એટીકેટી સોલ્વ કરી શકશે.

Most Popular

To Top