Vadodara

કલાલીની દિલ્હી પબ્લિક સ્કૂલના સંચાલકો અને વાલીઓ વચ્ચે ફી ઉઘરાણી મુદ્દે ટકરાવ

વડોદરા: સિબીએસસી સંચાલિત  શાળાઓમાં શૈક્ષસનીક વર્ષ 2021-22 માટે ધો- 10અને 12 ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે . સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ  હોવાથી DPS કલાલી સ્કૂલમા ધો. 10 અને 12ના વિધાર્થીઓ  CBSE  પરીક્ષા ના ફોર્મ ભરવા આવ્યા હતા પરંતુ શાળા દ્વારા સસલાની ટ્યુશન ફી ભર્યા સિવાય ફોર્મ ભવાનું ના પડતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. એફઆરસીનસ નિયમ મુજબ કરતા વધુ ફી વસુલવામાં આવી રહી હોવના આક્ષેપો વાલીઓએ કર્યા હતા.

શાળા દ્વારા  વાલીઓ ઉપર દબાણ કરવામાં આવ્યું હતું કે તેઓ સપ્ટેમ્બર માસમાં સુધીની ફી ભરે ત્યાર બાદજ ફોર્મ ભરાશે. વડોદરાની કલાલી સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલમાં ધોરણ-10 અને 12ના CBSEના વિદ્યાર્થીઓના માંગ સાંભળવાની આજે છેલ્લી તારીખ હતી જેમાં શાળાના સંચાલકો દ્વારા કેટલાક વાલીઓને ફી ભરી નથી કેમ કહી ફોર્મ ભરવા માટે આનાકાની કરવામાં આવતા વડોદરા પેરેન્ટસ એસોસિએશનના અગ્રણીઓએ ઉગ્ર રજૂઆતો કરી હતી. DPS કલાલી આ સ્કૂલમા ધો.10 અને 12ના વિધાર્થીઓને CBSE પરીક્ષાના ફોર્મ ભરવા દેતા નથી.

વાલીઓ ઉપર દબાણ કરવામાં આવે છે કે તેઓ સપ્ટેમ્બર માસમાં સુધીની ફી સ્કૂલના કહ્યા મુજબ જ ભરે પરંતુ એફઆરસીએ નક્કી કરેલ ફી સ્વીકારવા સ્કૂલ તૈયાર નથી.વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન અને સ્કૂલના વાલીઓને દિલ્હી પબ્લિક સ્કૂલ તરફથી કોઈ હકારાત્મક જવાબ મળી રહેલ નથી.આ સમસ્યા અંગે DEO અને અન્ય અધિકારીઓ અને શિક્ષણ મંત્રીને પણ ફરિયાદ કરી છે છતાં કોઈ નિકાલ આવતો નથી.

વડોદરા પેરેન્ટસ એસોસિએશનના અગ્રણીએ આક્ષેપ કર્યો હતો કે એફઆરસીના નિયમ પ્રમાણે એક વિદ્યાર્થીએ રૂપિયા 50 હજારની ફી ભરવાની હોય છે તેના બદલે શાળા સંચાલકો રૂપિયા 70 હજારની રકમ ભરવા માટે ફરજ પાડી રહ્યા છે તે અયોગ્ય છે.આગામી દિવસમાં અમે નવા શિક્ષણ મંત્રી સમક્ષ પણ રજૂઆત કરીશું તેમજ શાળાની સીબીએસસીની પરવાનગી રદ કરવા માટે પણ કાર્યવાહી કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. કેટલાક વાલીઓએ35,000 ફી ભરી દીધી હતી અને ફોર્મ ભર્યા હતા.

Most Popular

To Top