એવું લાગે છે કે હવે હિન્દી ફિલ્મોના મેકર્સ જ નહીં સ્ટાર્સ પણ સાઉથ સાથે મુકાબલો કરવો પડશે. પ્રભાસ, વિજચ દેવરકોન્ડા, ઘનુષ તો છે પણ હવે તેમાં અદિવી શેષ ઉમેરાશે. તે માત્ર અભિનેતા નથી લેખક અને દિગ્દર્શક પણ છે. ચાર ફિલ્મો તેણે બનાવી તે હિન્દીમાં ન હોતી પણ હવે ‘મેજર’ આવી રહી છે કે જે હિન્દી અને તમિલમાં બની છે. આ ફિલ્મ 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા આધારીત છે અને અદિવી એ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણની ભૂમિકામાં છે જે આ જંગમાં શહીદ થઈ જાય છે. આ ફિલ્મના નિર્માતા સાઉથમાં પ્રસિધ્ધ મહેશબાબુ છે.
અદિવી શેષે કથા-પટકથા લખી છે ને તેની સાથે શોભિતા ધૂલીપાલા છે. આ ફિલ્મ 2019ના ફેબ્રુઆરીમાં બનાવી જાહેર થયેલી ગયા વર્ષના સપ્ટેમ્બરમાં તેનું 50 ટકા શૂટિંગ થઈ પણ ગયેલું અને પછી હૈરાબાદમાં બાકીનું શૂટિંગ પૂરું કરેલું છતાં ફિલ્મ રજૂ ન થઈ શકેલી. ફિલ્મ બહુ રસપ્રદ છે કારણ કે તાજ હોટલ પરના 26/11ના આતંકી હુમલામાં એનએસજી કમાંડો મેજર સંદીપ જંગ છેડે છે. આ ફિલ્મને સોની પિક્ચર્સ ઈન્ટરનેશનલી રિલીઝ કરવાની છે એટલે પહેલી જ ફિલ્મે અદિવી શેષને તડાકો પડી જશે.
તેલુગુ અને હિન્દીમાં બનેલી આ ફિલ્મ જુલાઈમાં રજૂ થવાની છે. અદિવી શેષ અત્યારે રાહ જોઈ રહ્યો છે કે ફિલ્મ રજૂ થઈ જાય અને પછી આગલી યોજના જાહેર કરશે. તેની પાસે ‘હિટ ર:ધ સેકંડ કેસ’ જેવી ફિલ્મ છે પણ તે તો તેલુગુમાં છે પરંતુ તેણે અત્યાર સુધીમાં ‘બાહુબલી:ધ બિગીનીંગ’ના ભદ્રની ભૂમિકા પછી કુલ ત્રણ બાયલિંગ્વલ ફિલ્મમાં કામ કર્યું છે. તે હવે આવા પ્રકારની ફિલ્મો જ કરવા માંગે છે. તે સ્વયં લેખક-દિગ્દર્શક છે ને અભિનેતા પણ છે એટલે પોતાની રીતે બજેટ બાનાવી શકે છે. તમિલમાં ‘ગુડચારી’ નામની તેની એક્શન ફિલ્મ ખૂબ સફળ રહી છે અને ભવિષ્યમાં તે હિન્દીમાં આવી શકે છે.
હૈદ્રાબાદનો અદિવી અમેરીકાના કેલિફોર્નિયામાં મોટો થયો છે. ત્યાં જ ડિગ્રી કરીને આવ્યો છે. અત્યારે ફક્ત 35 જ વર્ષનો અદિવી હોલીવુડની ફિલ્મોનો અભ્યાસી છે અને એવા ધોરણની ફિલ્મો બનાવવા માંગે છે. ‘મેજર’માં તેની સાથે સઈ માંજરેકર અને પ્રકાશ રાજ છે. રેવથી અને મુરલી શર્મા પણ છે. હિન્દીમાં પહેલી જ ફિલ્મ છે પણ તેને પોતાનાથી વધુ વિષય પર ભરોસો છે અને માને છે કે તેનું પાત્ર જ તેને સક્સેસ બનાવશે.