Entertainment

‘આદિપુરુષ’નું ટ્રેલર થયું લોન્ચ, અનેક વિવાદો બાદ હવે થઈ રહી છે પ્રશંસા

મુંબઈ: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ(Prabhas), કૃતિ સેનન (Kriti Sanon) અને બોલિવુડના નવાબ સૈફ અલી ખાન (Saif Ali Khan) અભિનિત ફિલ્મ ‘આદિપુરુષ’ (Adipurush) લાંબા સમયથી ચર્ચામાં રહી છે. આ ફિલ્મ વર્ષ 2023ની સૌથી મચ અવેઈટેડ ફિલ્મોમાંથી એક છે. ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને પ્રેક્ષકોની વચ્ચે જબરદસ્ત બઝ બન્યો છે. ફિલ્મનું પોસ્ટર, ટીઝર સામે આવ્યા બાદ ફેન્સ આના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. જે આજે એટલે કે 9 મેના રોજ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

ફિલ્મ ‘આદિપુરુષ’નું ટ્રેલર 3 મિનિટ 19 સેંકડના આ ટ્રેલરમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન પોતાના રોલમાં જોવા મળી રહ્યા છે. ટ્રેલરની શરૂઆત ‘મંગલ ભવન અમંગલ હારી…’ દોહાથી થઈ રહી છે. સૌથી પહેલા હનુમાન (દેવદત્ત નાગો)ને ટ્રેલરમાં બતાવવામાં આવ્યા છે. જેઓ કહી રહ્યા છે કે આ કહાની તેમના પ્રભુ શ્રી રામની છે. ટ્રેલરમાં રામ વનવાસ ગયા ત્યાંથી લંકા દહન અને તેના પર વાનર સેનાની ચઢાઈ બતાવવામાં આવી છે. ટ્રેલરના બેકગ્રાઉન્ડમાં જય શ્રી રામનું ઓડિયો સોંગ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ઓવરઓલ ‘આદિપુરુષ’નું આ ટ્રેલર ખૂબ જ દમદાર છે. લોન્ચ થયાના ગણતરીના કલાકોમાં જ ટ્રેલરને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

ગત વર્ષે ‘આદિપુરુષ’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેના પર ઘણો વિવાદ થયો હતો. હવે મેકર્સ આશા વ્યક્ત કરી રહ્યા છે કે ‘આદિપુરુષ’ના ટ્રેલરને લઈને કોઈ નવો વિવાદ ઉભો ન થાય. ટ્રેલરના પહેલા ‘આદિપુરુષ’માં ભગવાન રામ, માતા સીતા અને હનુમાનજીના પોસ્ટરને રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને લઈને પણ મોટો વિવાદ સર્જાયો હતો. જોકે ફિલ્મનું ટ્રેલર ખૂબ જ જબરદસ્ત જોવા મળી રહ્યું છે.

ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’ના પહેલા ટીઝરમાં VFX અને CGI માટે ફેન્સ દ્વારા ટ્રોલ કરવામાં આવ્યું હતું. બાદમાં મેકર્સે એનાઉન્સ ર્ક્યુ કે તે ફિલ્મના સીન્સ પર કામ કરી રહ્યા હતા. જેના કારણે ટ્રેલર અને ફિલ્મની રિલીઝમાં વિલંબ થયો છે. આ ફિલ્મ 16 જૂન 2023 એ થિયેટરોમાં રિલીઝ થશે.

પ્રભાસ માટે ‘આદિપુરુષ’ હિટ થવી જરૂરી
પ્રભાસની કોઈ પણ ફિલ્મ ‘બાહુબલી 2’ પછી હિટ થઈ નથી. પ્રભાસની ‘સાહો’, ‘રાધે શ્યામ’ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન ર્ક્યુ હતું. ત્યારે ‘આદિપુરુષ’ હિટ થવી પ્રભાસના કરિયર માટે મહત્વની છે. આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની સીધી અસર પ્રભાસના અપકમિંગ પ્રોજેક્ટ્સ પર થશે. એક્ટરની આગામી ફિલ્મોમાં ‘સાલાર’,‘પ્રોજેક્ટ કે’ અને ‘રાજા ડીલક્સ’ શામેલ છે.

Most Popular

To Top