Business

અધિક માસ (જ્યેષ્ઠ)

કેલેંડરમાં આંગ્લ માસ મે નું પાનું જોતાં આપણા ગુજરાતી માસનું નામ “અધિક જયેષ્ઠ” તરીકે વંચાશે. ત્યાર પછી પાનું પલટાવતાં વળી પાછો જયેષ્ઠ માસ આવે છે, પરંતુ અહીં “નિજ જયેષ્ઠ” વંચાશે. આમ બે “જેઠ” માસ હોવાને કારણે આ વરસે બારને સ્થાને તેર મહિના આવે છે. આનું કારણ ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ… પૃથ્વી સૂર્યની પરિક્રમા કરતાં કરતાં ફરી પાછી એક ચોક્કસ જગ્યાએ આવે ત્યાં સુધીમાં બાર પૂનમ કે પછી અમાસની ઘટના ઘટતી નથી. બીજા શબ્દમાં જણાવું તો સૂર્યની પ્રદક્ષિણા કરતી પૃથ્વીનું કોઇ ચોક્કસ સ્થાને પરત આવતાં લાગતો સમયગાળો જેને આપણે એક વરસ કહીએ તે પૂરું થશે.

સ્પષ્ટતા કરવા કે પછી ટેક્નિકલ નામ છે તે “સૌર (સોલાર) વર્ષ” ગણાય છે. આ જ સમયગાળા દરમ્યાન ઉપર લખ્યું તેમ બાર અમાસ કે પૂનમની ઘટના ઘટતી નથી. બીજા શબ્દમાં કહીએ તો ચંદ્રના બાર માસ પૂરા નથી થતા. એટલે કે ચંદ્રમાનું “ચાંદ્ર (લ્યુનાર) વર્ષ” પૂરું થતું નથી. એટલે કે સોલાર વરસ કરતાં લ્યુનાર વરસ જરાક નાનું છે. આ માત્ર પેલા ‘પેરાલેક્ષ ઇફેક્ટ” જેવી વાત નથી. આ એક યુનિવર્સલ ટ્રુથ છે. આ તફાવત દૂર કરવા આપણા પૂર્વજોએ એક વધારાના મહિનાની રચના કરી. આ મહિનો ક્યારે ગોઠવવો એ ગહન ખગોળશાસ્ત્રનો વિષય છે. આશા રાખીએ ખગોળશાસ્ત્ર કે પછી જ્યોતિષશાસ્ત્રના વિશારદો સમજાવે.
સુરત     – ચેતન સુશીલ જોષી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top