માંડવી નગર તેમજ તાલુકામાં વીજ પૂરવઠાનાં ધાંધિયા જોવા મળે છે. હાલમાં ચોમાસું ચાલે છે. છતાં વરસાદના આવતા લોકો ગરમીથી પરેશાન છે. અને વીજ પૂરવઠાનો અભાવ હોવાથી લોકોને પીવાના પાણી પણ મોટી સમસ્યા છે. શુક્રવારે માંડવી નગરપાલિકાના વોર્ડ નં.6ના સભ્ય રાજુ ચૌધરીની આગેવાની હેઠળ માંડવી વીજ કચેરીના ડેપ્યુટી ઇજનેર ચૌધરીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવેલ છે કે, વીજ પૂરવઠો ખોરવાતાં અંધાત્રી ગામમાં લોકોને પીવાના પાણીનો પૂરવઠો આપવામાં આવે છે. તેમાં ભારે તકલીફ પડે છે. અને વીજળીના ધાંધિયાના કારણે અંધાત્રી ગામે પીવાના પાણી માટે નગરપાલિકાનાં ટેન્કરો મંગાવવા પડે છે. આ સમસ્યા જોતાં માંડવી સબ સ્ટેશન અને વીજ કચેરી દ્વારા સમયસર વીજ પૂરવઠો સતત મળતો રહે તેવી માંગ સાથે ગ્રામજએ આવેદનપત્ર આપ્યું હતું.
અંધાત્રીમાં વીજ પૂરવઠો અનિયમિત મળતાં વીજ કચેરીને રજૂઆત
By
Posted on