હજુ સુધી માનવીમાં રહેલી ગરીબી, જ્ઞાતિભેદ, કોમવાદ, બાબતે માનવીમાં રહેલી માનસિકતા નાબુદ થઈ નથી ત્યા તો નવી માનસિકતાનો ઉમેરો થતો જ જાય છે. તાજેતરમાં અખબારોમાં તથા સોશિયલ મીડિયા પર નજર ફેરવતા ઘણા કિસ્સાઓ ધ્યાને આવે છે કે માનવમાં માનવતા જેવુ બચ્યું જ નથી? ૨૩ વર્ષના વિદ્યાર્થિ પ્રિયાંશું જૈનની હત્યા પોલિસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહએ એટલાં માટે કરી કે મૃતક એ કારચાલકને કાર ઝડપે આવતી હોવાથી ટોક્યો હતો. બસ આટલામાં પોતાની પાસેના છરાથી પ્રિયાંશુનું ખૂન કરી નાખ્યું.
કોઈ આરોપી હૂમલો કરે તો બચાવ માટે છરો રાખતો હતો અને કબૂલ્યું કે નશામાં ચૂર હોવાથી કૃત્ય કર્યું. થોડા પ્રશ્ર્ન મનમા વિચારના ચકરાવે કરી મૂકે તેવા છે (૧) શું આરોપી હુમલો કરે એટલા માટે છરો રાખવાનો? (૨) પોતાની સત્તાનો દુરૂપયોગ કરી ને કોઇની જીંદગી નાશ કરવાનો અધિકાર મળે ખરો?આ એક નવી માનસિકતા કે મને કોઈ ઠપકો આપી જાય? આ પ્રકારની માનસિકતા સરકારી, ખાનગી, શેઠ, નોકરના ક્ષેત્રોમા પણ જોવા મળે છે. (૩) કોઈ ધર-ઘાટી કે સોસાયટીનો વોચમેન જો કોઈ મોટા વ્યકિતને વાહન પાર્ક કરવાનું કહેતાં મોતને ઘાટ ઉતારી દીધા ના કિસ્સા પણ બનેલા છે. હવે સમય થઈ ગયો છે”નશામા ચકચૂર લોકોની શાન “કઇ રીતે ઠેકાણે લાવવી.?
સુરત – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ડોલવણ તાલુકાનું સાપ્તાહિક આદિવાસી સોમવારી
તાપીનાં ડોલવણ તાલુકનાં મુખ્ય મથકની થોડે અંતરે ટાંકી છે. ત્યાં ખુલ્લા મેદાનમાં સોમવારે બજાર ભરાય છે. જનમેદની સાથે પાર્કિંગ વ્યવસ્થા યોગ્ય નથી. ગયા મહિનામાં ત્યાં અકસ્માત થયો હતો. ઘણાં લોકો વાહનો એવી રીતે પાર્ક કરીને ચાલ્યા જાય છે. અવર જવર મુશ્કેલ બને છે. જો ઇમરજન્સી વાહન અંદરનાં વિસ્તાર માટે પસાર થવું હોય તો અગવડ પડે. ડોલવણ તાલુકા તંત્રએ આ બાબતમાં થોડો રસ બતાવી નાગરિકોની સમસ્યાને વાચા આપવી જોઈએ. સાંજનો સમય માટે ત્યાં પોલિસ સ્ટાફ હાજર રહેવો જોઈએ. ત્યાં પોલિસ તંત્રની આવશ્યકતાં છે. અકસ્માત સંભવિત ઝોન કહી શકાય છે. વટેમાર્ગ પર વાહન સાથે લોકોનું અવર જવર સરળ બને અને બીજા નાગરિકો ઉનાઈથી વ્યારા જતો મુખ્ય માર્ગ સુધી ઝડપથી પોંહચી શકે. તેમજ બનાવ કે અણબનાવ બને તે પહેલાં તંત્રનું જાગવું તે જ સમજદારી. ઘટના બન્યા પછી વ્યવસ્થા કરવી તે તંત્રની નબળાઈ સાબિત થાય છે. માટે ચેતેલું તંત્ર હોય તો જન સુલભતાં દેખાઈ. ત્યાં તંત્ર ફરજનાં મૂળિયાં ક્યારે રોપશે?
તાપી – હરીશ ચૌધરી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.