ઇરાનથી ભારતમાં આવેલા પારસીઓનું લગભગ બધા જ ક્ષેત્રોમાં પ્રદાન છે, પારસીઓની વસતિ ઘટતી જાય છે અને માઇક્રો-માયનોરીટીમાં આવી ગયા છે. છતાં પારસીઓએ કદી હક્ક-અધિકારની માંગણી નથી કરી. પરંતુ દેશને વફાદાર રહીને સવાયા ગુજરાતી તરીકે જીવી રહયા છે. કોરોનાનો બીજો તબક્કો વધુ તીવ્ર નીકળ્યો અને અનેક લોકો મોતને શરણ થયા.
ભારતમાં કોરોનાની આઠ કરોડ કોવિશિલ્ડ રસી પુરી પાડનાર પૂનાની ફાર્મા કંપનીના સેરમ ઇન્સ્ટીટયુટના 40 વર્ષિય પારસી નવયુવાન અદાર સાયરસ પુનાવાલાને સરસ વિચાર આવ્યો અને પારસી સમાજને પહેલા રસી મુકાવવા કેમ્પ રાખવા માટે પારસી પંચાયત સમક્ષ પ્રસ્તાવ મુકયો, રતન ટાટા જેવા ઉદ્યોગપતિએ પારસી પંચાયત સાથે ચર્ચા કરીને અદાર પુનાવાલાની પારસી સમાજ પ્રત્યેની નિષ્ઠા અને ભલી લાગણી બદલ આભાર વ્યકત કર્યો અને જણાવ્યું કે પહેલા આપણે ભારતીય પછી પારસી સમાજ, આમ પારસી સમાજ માટે ગૌરવ સમા યુવાન અદાર પુનાવાલા રણમાન મીઠી વિરડી સમાન છે. પારસી સજ્જન, પદ્મશ્રી યઝદી કરંજિયાજી કહે છે અમો જન્મે પારસી છીએ પરંતુ કર્મે પુરેપુરા ગુજરાતી છીએ.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.