નવી દિલ્હી: પહેલેથી જ પોર્ટથી વીજળી સુધીના ઘણા સેગમેન્ટમાં (Segment) અદાણી ગ્રૂપ કામ કરે છે પરતું હવે તેણે બીજા સેક્ટરમાં પણ પગ મૂકી દીધો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ, (Adani Total Gas Ltd.) અદાણી ગ્રૂપ અને ટોટલ એનર્જીઝ ઓફ ફ્રાન્સએ સંયુક્ત રીતે અમદાવાદમાં કંપનીનું પ્રથમ ઈવી ચાર્જિંગ સ્ટેશન (EV charging station) બનાવ્યું છે. આની સાથે જ કંપનીએ ઈવી સેગમેન્ટમાં, ખાસ કરીને ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ફ્રા સેક્ટરમાં પ્રવેશ કર્યો છે.
ભવિષ્યમાં ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા વધારવાની યોજના
આ ચાર્જિંગ સ્ટેશન અમદાવાદના મણિનગર સ્થિત અદાણી ટોટલ ગેસના સીએનજી સ્ટેશન (CNG Station) પર બનાવવામાં આવ્યું છે. કંપની આ નવા સેગમેન્ટમાં ઝડપી હસ્તક્ષેપ કરવા જઈ રહી છે. અદાણી ટોટલ ગેસની દેશભરમાં 1,500 ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાની યોજના છે. કંપની અહિયાં અટકશે નહીં. તેઓએ સ્પષ્ટ પણે કહ્યું છે કે દેશમાં ઈવી ઇકોસિસ્ટમની ગતિ અને માંગ જનરેશન અનુસાર વધતી જ જશે, તે માટે ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા વધારવાની યોજના પણ તેમણે તૈયાર રાખી છે.
કંપની ઈવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ટોચ પર રહેવા માંગે છે
અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ (ATGL) ભારતની સૌથી મોટી ખાનગી સીએનજી અને પાઇપ્ડ રસોઈ ગેસ (PNG) વિતરક કંપની છે. કંપની દેશના 19 પ્રદેશોમાં વાહનોને સીએનજીનું છૂટક વેચાણ અને પાઈપથી કુદરતી ગેસનો સપ્લાય (Supply) કરે છે. કંપનીએ આ અંગે વાત કરતાં જણાવ્યુ કે તે બીજા બધા સેકટરની જેમ જ ઈવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પણ ટોચ પર રહેવા માંગે છે. આ ધ્યેય પૂર્ણ કરતાંની સાથે જ તેને ઈવી ઈન્ફ્રા સેક્ટરમાં વૈશ્વિક અનુભવનો લાભ મળશે.
આ અંગે કંપનીનાં સીઈઓનું શું કહેવું છે?
કંપનીના કહ્યા અનુસાર, ઇવી ઇન્ફ્રા સેક્ટર તેના માટે સંપૂર્ણપણે વ્યૂહાત્મક રીતે યોગ્ય છે. ગ્રીન એનર્જીના (Green Energy) સંદર્ભમાં અદાણી ગ્રુપ પાસે પહેલેથી જ ઘણી ક્ષમતા છે. અદાણી કંપની ગ્રીન એનર્જી ઉત્પાદન તેમજ વૈકલ્પિક ઇંધણના સૌથી મોટા વિતરકોમાંની એક છે. ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરતાની સાથે જ કંપની પાસે વૈકલ્પિક ઇંધણની વિવિધતામાં વધારો થશે. કંપનીના સીઈઓ સુરેશ પી મંગલાનીએ અમદાવાદમાં બનેલા પ્રથમ ચાર્જિંગ સ્ટેશનને માઈલસ્ટોન એટલે કે મીલનો પથ્થર ગણાવ્યું હતું.