Entertainment

‘ધ કેરલા સ્ટોરી’ ફેમ એક્ટ્રેસને 15 વર્ષ બાદ મળી સફળતા, અદા શર્માએ કહ્યું કે…

નવી દિલ્હી: કહેવાય છે કે મહેનતનું ફળ ક્યારેકને ક્યારેક મળે જ છે. બસ એ જ રીતે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ની એક્ટ્રેસ અદા શર્માને પણ તેના મહેનતનું ફળ મળી ગયું. 15 વર્ષ પહેલા બોલીવુડ કરિયરની શરૂઆત કરનાર અદાએ વર્ષ 2008માં ફિલ્મ ‘1920’ થી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ તે વર્ષ 2014માં રિલીઝ થયેલી ફિલ્મ ‘હંસી તો ફંસી’ અને વર્ષ 2017 માં ફિલ્મ ‘કમાન્ડો’ જેવી લોકપ્રિય ફિલ્મોનો ભાગ રહી હતી પણ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’એ તેણે પ્રસિદ્ધી અને સફળતા આપી. જેના માટે અદા સતત 15 વર્ષોથી મહેનત કરી રહી હતી.

‘ધ કેરલા સ્ટોરી’ની કહાની કેરળની એક હિન્દુ મહિલા વિશે છે, જેનું ઈસ્લામમાં ધર્મ પરિવર્તન કરવામાં આવે છે અને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS)માં તસ્કરી કરવામાં આવે છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થવાની સાથે જ અદા શર્મા માટે પણ ગેમ-ચેંજર સાબિત થઈ છે. અદા શર્માની પોપ્યુલેરિટીમાં ફિલ્મ રિલીઝ થયા પછી અચાનક વધી ગઈ છે.

અદા શર્માએ હાલમાં મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં અદાને પૂછવામાં આવ્યું કે, આ ફિલ્મની સફળતા પછી તમે તમારા કરિયરને ક્યાં સ્થાને જુઓ છો? તેના જવાબમાં અદાએ કહ્યું કે મેં ક્યારેક પણ આટલું મેળવવાનું સપનું જોઉ ન હતું પણ હા હું તે કરીશ. જે હું આટલા વર્ષોથી કરું છું.

એક્ટ્રેસને જ્યારે પૂછવામાં આવ્યું કે ‘ધ કેરલા સ્ટોરી’ કેવી રીતે થઈ? તેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું કે, મેં ક્યારેય પણ આ પ્રકારની ફિલ્મ માટે કોઈ પ્લાનિંગ કરી ન હતી. કેમ કે જે થવાનું હોય છે, તે થઈ જ જાય છે પણ હા… હું ફિલ્મમાં મારા પોતાના પરફોમન્સને જોઈને ખુશ છું. કેમ કે હું તે કરી શકી, જેની એક સ્ક્રિપ્ટને જરૂર હતી. અદાએ આગળ કહ્યું કે મને આ રીતનો રોલ નિભાવવાની તક ક્યારેય નહીં મળી. જ્યારે તમને આ રીતનો રોલ મળે છે અને મેકર્સ તમારા પર વિશ્વાસ રાખે છે. ત્યારે તમને ખુબ જ સારું લાગે છે.

ઈન્સ્ટાગ્રામ પર અદાના વધી રહ્યા છે ફોલોઅર્સ
ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે, ઈન્સ્ટાગ્રામ પર પણ અદા શર્માના ફોલોઅર્સની સંખ્યા અનેક ગણા વધી ગઈ છે. ‘ધ કેરલા સ્ટોરી’એ 5 મેના રોજ મોટા પડદા પર ધૂમ મચાવી છે અને આ મહિને અત્યાર સુધી 250K થી વધુ નેટિઝન્સે તેણે ફોલો ર્ક્યુ છે. ‘ધ કેરલા સ્ટોરી’ની સફળતાએ આલિયા ભટ્ટને પાછળ મૂકીને અદા શર્માને મહિલા પ્રધાન ફિલ્મ માટે સૌથી વધુ કમાણી કરનાર બોલીવુડ અભિનેત્રી બનાવી દીધી છે. આના પહેલા આ રેકોર્ડ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’એ બનાવ્યો હતો.

Most Popular

To Top