મુંબઈ: ફિલ્મ જગત (Film world)માં એવા ઘણા નામ છે જેઓએ પોતાની પ્રોફેશનલ લાઈફના કારણે પર્સનલ લાઈફ (Personal life)માં ઘણી મુશ્કેલીઓ (Crisis)નો સામનો કરવો પડ્યો છે. એટલુ જ નહીં પણ કેટલાક એવા સેલેબ્રીટી (Celebrity) પણ છે જેને આર્થિક તંગીના કારણે ખોટા રસ્તા પર પણ જવુ પડ્યું છે.
આવીજ એક કહાની છે બિહારથી મુંબઈ નસીબ સજમાવવા આવેલી અભિનેત્રીની. વર્ષમાં 2002માં આવેલી મકડી ફિલ્મથી ડેબ્યુ કરનાર ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે અભિનય કરનારી એક્ટ્રેસ શ્વેતા બાસુ પ્રસાદ (Sweta basu prasad)ને પ્રથમ ફિલ્મથી જ ખુબ પ્રસિદ્ધિ મળી હતી, અને તે પછી શ્વેતાએ ટીવી જગતમાં પોતાનો સિક્કો જમાવી લીધો અને કહાની ઘર-ઘરકી સહિતની સીરિયલમાં કામ કરી બતાવ્યું. જો કે તે બાદ તેઓને બંગાળી, તેલુગુ, તમિલ સિનેમામાં પણ કામ કર્યું.
પરંતુ કમ નસીબે થોડાક સમય પછી શ્વેતાનું જીવન પાટા પરથી ઉતરી ગયુ અને રૂપિયાની તંગી સર્જાવા લાગી. આપને જાણીને હેરાની થશે કે આ અભિનેત્રીનું નામ દેહ વ્યાપારમાં પણ સામેલ થયું હતું. આ વાતની જાણ થતા અભિનેત્રીએ જણાવ્યું કે ઘરની પરિસ્થિતિ અને આર્થિક તંગીના કારણે તેઓને આ કામ પણ કરવું પડ્યું હતું. તેમણે જણાવ્યું કે તેમની પાસે રૂપિયા આવવાના તમામ રસ્તા બંધ થઈ ગયા હતા. પરંતુ આ સમય વીતિ ગયા પછી આજે શ્વેતા ફરી એક વાર ખુબ આગળ વધી રહી છે.
નોંધનીય છે કે બોલીવુડમાં ખુબ જ મોટા પ્રમાણમાં એવા કલાકારો જોવા મળશે જેમનું જીવન ખુબ જ સુખી અને તે ખુબ જ પ્રખ્યાત હતા. પરંતુ આર્થિક તંગીના કારણે કેટલાક એવા કામ કરવા પડે જેનાથી તેઓ બદનામ થતાં હોય છે. એવું કહેવાય છે કે બોલીવુડમાં ચમકતા સિતારાઓનું જીવન સામાન્ય નથી હોતુ અને આવું જીવન સ્વીકારવુ તેમજ તેને ટકાવી રાખવુ ખુબ જ અઘરુ સાબિત થયું છે. ત્યારે તેમાં શહેનશાહ અમિતાભ બચ્ચન હોય કે પછી અન્ય કોઈ કલાકાર, જીવનમાં પડતી આવ્યા પછી ફરી એક વાર નામ કમાઈને ઘણા સિતારાઓએ પોતાને સાબિત કરી બતાવ્યા છે.
બોલીવુડની દુનિયા બહારથી જેટલી ચમકતી દેખાય છે, તેની હકિકત કઈક અલગ જ હોય છે. આજ ચમકતી ફિલ્મી દુનિયામાં એવા ઘણા ચોંકાવનારા કિસ્સા છે જેને સાંભળીને આપના હોશ ઉડી જશે.