Entertainment

રતન ટાટાના નિધનથી અભિનેત્રીનું તૂટી ગયું દિલ, બંને વચ્ચે હતો ખાસ સંબંધ

મુંબઈઃ દેશે 9 ઓક્ટબરે પોતાનો સૌથી કિંમતી રત્ન ગુમાવ્યો છે. જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બુધવારની રાત્રે અવસાન થયું. ઘણા દિવસોથી બીમાર રતન ટાટાએ 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટાનું નિધન દેશ માટે મોટી ખોટ છે. બોલિવૂડ, રાજકારણ, રમતગમત સહિત દરેક ક્ષેત્રના લોકોએ રતનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

અભિનેત્રી સિમી ગ્રેવાલ રતન ટાટાની નજીકની મિત્ર હતી. રતન ટાટાના નિધનથી સિમીને ઊંડો આઘાત લાગ્યો છે. સિમીએ ઇન્સ્ટા પર રતનને યાદ કરીને તેમને છેલ્લી વિદાય આપી છે. સિમી લખે છે- તેઓ કહે છે કે તું ચાલ્યો ગયો, તારા જવાથી થયેલા નુકસાનને ભરપાઈ કરવો મુશ્કેલ થશે, મારા મિત્રને વિદાય. સિમીની વ્યથા આ પોસ્ટ પરથી જાણી શકાય છે. રતન ટાટાની વિદાયની ભરપાઈ ચોક્કસ કોઈ કરી શકશે નહીં. સિમી તેના મિત્ર રતનના નમ્ર વ્યક્તિત્વ અને સાદગીથી ખૂબ જ પ્રભાવિત થતી.

સિમી-રતનની લવસ્ટોરી
બોલિવૂડમાં એક સમયે અભિનેત્રીનું નામ બિઝનેસ ટાયકૂન રતન ટાટા સાથે જોડવામાં આવતું હતું. તેમના અફેરની અટકળો ચાલી રહી હતી. એક ઈન્ટરવ્યુમાં સિમીએ રતન સાથેના સંબંધો અંગે પણ ઈશારો કર્યો હતો. રતન અને સિમીની પ્રેમ કહાની અધૂરી રહી ગઈ. પરંતુ બંને વચ્ચે મિત્રતાનો સંબંધ હંમેશા જળવાઈ રહ્યો.

સિમીએ એક ઈન્ટરવ્યુમાં રતનના ખૂબ વખાણ કર્યા હતા. તેમને એક સજ્જન અને પરફેક્શનિસ્ટ ગણાવ્યા હતા. રતન ટાટાના સેન્સ ઓફ હ્યુમરની પ્રશંસા કરી હતી. વર્ષ 2011 માં સિમીએ જાહેર કર્યું હતું કે તેણી રતન ટાટા સાથે ખાસ બોન્ડ ધરાવે છે.

એક ઈન્ટરવ્યુમાં સિમીએ કહ્યું હતું કે રતન અને મારો ઘણો જૂનો સંબંધ છે. તે સંપૂર્ણ છે. પૈસો ક્યારેય તેનું ચાલકબળ નહોતું. તે વિદેશમાં જેટલો રિલેક્સ છે તેટલો ભારતમાં નથી. રતન ટાટા સિમીના ટોક શોમાં પણ જોવા મળ્યા હતા.

Most Popular

To Top