લોસ એન્જલસ : અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra ) અને નિક જોનસ (Nick Jonas ) સરોગસીની (Surrogacy) મદદથી માતા-પિતા બન્યાં છે. આ અંગે અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ (Post) શેર કરી હતી. પ્રિયંકા દીકરીની માતા બની છે. પ્રીમેચ્યોર ડિલવરી (Premature delivery) હોવાથી દીકરીને થોડાક દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે.
પ્રિયંકા ચોપરાએ પોસ્ટ કરીને આપી ખુશખબર
અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) અકાઉન્ટ પર પોસ્ટ શેર કરી પોતાના ફેન્સને ખુશખબર આપી હતી. પોસ્ટમાં એક્ટ્રેસે લખ્યું હતું કે, ‘અમને આ જણાવતાં ખુશી થાય છે કે અમે સરોગસીના મદદથી અમારા બાળકનું સ્વાગત કરીએ છીએ. અમારા પરિવાર માટે તમને સન્માનપૂર્વક આગ્રહ કરીએ છીએ કે આ ખાસ સમયમાં અમારી પ્રાઇવસીનું ધ્યાન રાખો.’
એપ્રિલ મહિનામાં થવાની હતી ડિલેવરી
નિક જોનસ તથા પ્રિયંકા ચોપરા સરોગસીની મદદથી રવિવારે 16 જાન્યુઆરીના રોજ પેરન્ટ્સ બન્યાં હતાં. દીકરીનો જન્મ 12 અઠવાડિયાં વહેલો થઈ ગયો છે. સરોગટ માતાએ 27મા અઠવાડિયે લોસ એન્જલસની સાઉથર્ન કેલિફોર્નિયા હોસ્પિટલમાં જન્મ આપ્યો છે. દીકરી એકદમ સ્વસ્થ નહીં થઈ જાય ત્યાં સુધી હોસ્પિટલમાં જ રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર ડિલિવરી એપ્રિલ મહિનામાં થવાની હતી, પરંતુ ડિલિવરી ઘણી જ પ્રીમેચ્યોર થઈ ગઈ હતી જેથી હાલમાં દીકરીને સરોગેટ માતા બંને હોસ્પિટલમાં જ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા અને નિક જોનસ ઘણા સમયથી પેરન્ટ્સ બનવાનું વિચારી રહ્યા હતા પરંતુ તેઓ ઘણા વ્યસ્ત હોવાથી તેમણે અન્ય ઓપ્શન અંગે વિચાર્યું હતું. ત્યાર બાદ તેમને સાઉથર્ન કેલિફોર્નિયામાં એક મહિલા મળી આવી હતી અને આ મહિલા તેમને યોગ્ય લાગી હતી. પ્રિયંકા અને નિકને જન્મ આપનાર મહિલાની આ પાંચમી સરોગસી છે. પ્રિયંકા તથા નિક તે મહિલાને મળ્યાં હતાં અને તેમને તે યોગ્ય લાગી હતી અને પછી તેમણે તે જ મહિલા પાસે સરોગસી કરાવવાનું નક્કી કર્યું હતું.
પ્રિયંકા અને નિક એપ્રિલ સુધીમાં તમામ કામ પતાવવાના હતા
પ્રિયંકા અને નિક બંને ઘણા વ્યસ્ત હોવાથી તેમણે સરોગસીની મદદથી માતા-પિતા બનવાનું નક્કી કર્યું હતું. અને તેમણે જે સરોગસી મહિલા નક્કી કરી હતી તેની ડિલવરી એપ્રિલમાં થવાની હોવાથી પ્રિયંકા તથા નિક ત્યાં સુધી તમામ કમિટમેન્ટ્સ પૂરાં કરીને દીકરીને પૂરો સમય આપવા માંગતા હતા. જોકે ડિલિવરી વહેલી થઈ જવાથી હવે પ્રિયંકાએ તમામ પ્લાનિંગ પેન્ડિંગ રાખ્યા છે.