Entertainment

ઉત્તરાખંડ દુર્ઘટના પછી અનાથ બનેલી ચાર બાળકીઓનો પાલક પિતા બન્યો અભિનેતા સોનુ સૂદ

મુંબઇ (Mumbai): ઉત્તરાખંડમાં 7 ફેબ્રુઆરીએ ચમોલી જિલ્લામાં ગ્લેશ્યિર (Uttarakhand glacier burst) તૂટી પડવાની દુર્ઘટનામાં અત્યાર સુધી 62 લોકોના શબ મળ્યા છે, જ્યારે 142 લોકો હજી ગુમ છે. છેલ્લા12થી વધુ દિવસોથી કામે લાગેલી બચાવ ટીમ (rescue team) દિવસ રાત એક કરીને કાટમાળમાં ફસાયેલા શબ શોધવા પ્રયત્નો કરી રહી છે. ઉત્તરાખંડ હોનારતથી ઋષિગંગા પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. ટોચના અધિકારીઓનું કેહવુ છે કે હવે તેઓ વધુ દિવસો સુધી બચાવ કામગીરી ચલાવી શકતા નથી.

સમાચાર આવ્યા છે કે અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) આ હોનારતમાં પણ દરિયા દિલી બતાવીને મદદ માટે સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ઉત્તરાખંડમાં બનેલી હોનારતમાં ભોગ બનેલા એક ઇલેકટ્રિશિયનની ચાર દીકરીઓને સોનુ સૂદ દત્તક લેશે. હકીકતમાં 45 વર્ષીય આલમ સિંહ ઋષિ ગંગા પાવર પ્લાન્ટ પ્રોજેક્ટમાં ઇલેકટ્રિશિયન તરીકે કામ કરતો હતો, હોનારતને કારણે ચાર માસૂમ બાળકીઓએ પિતા ગુમાવ્યા હતા અને પરિવાર પર જાણે આભ તૂટી પડ્યુ હતુ. પણ સોનુ સૂદ જેની મદદના કિસ્સા હવે ગણતરી બહાર જતા રહ્યા છે, તેણે આ બાળકીઓના ભરણ પોષણ, અને અભ્યાસની જવાબદારી ઉપાડી છે. આ દીકરીઓની ઉંમર 14,11, 8 અને 2 વર્ષની છે.

આ સિવાય આ દૂર્ઘટનામાં માર્યા ગયેલા અને ગુમ લોકોમાંથી ઘણા લોકો ઉત્તરપ્રદેશના (UttarPradesh) એક જ ગામના છે. ઉત્તરાખંડમાં બનેલી ગ્લેશ્યિર પડવાની દૂર્ઘટનામાં ઉત્તરપ્રદેશના લખીમપુર જિલ્લાની નિઘાસન તહસીલમાંથી 33 લોકો ગુમ છે. જેમાંથી 16 ઇચ્છાનગર ગામના છે. તેમાંથી પાંચ એક જ પરિવારના છે. અહીં ગુમ થયેલા લોકોમાંથી કોઇનું દોઢ મહિનાનું બાળક છે, જેનું તેણે મોઢું નથી જોયુ. તો કોઇએ પોતાનો 19 વર્ષનો નવયુવાન દીકરો ગુમાવ્યો છે. કોઇએ પોતાના ઘરે ફોન કરીને કહ્યુ કે તે જલ્દી જ ઘરે આવશે. તો કોઇના ઘરે ત્રણ નાની બહેનો છે. 

બોલીવુડ અભિનેતા સોનુ સૂદ કોરોનાથી પ્રભાવિત લોકોને મદદ માટે સતત પ્રયત્નો કરી રહ્યો હતો. લોકડાઉન દરમિયાન સોનુ સૂદે હજારો લોકોને પૈસા, ખાદ્યપદાર્થો અને ઘણી આવશ્યક વસ્તુઓ પહોંચાડી હતી. આ માટે તેણે તેની 8 સંપત્તિને મોર્ટગેજ (mortgage) કરીને 10 કરોડ રૂપિયાની લોન લીધી હતી. એક સમયે 1 ઓરડામાં રહેતો અને મુંબઇની લોકલ ટ્રેનમાં સફર કરતો સોનુ સૂદ પોતાની મહેનતથી આટલી ટોચ પર પહોંચ્યો છે અને બોલીવુડમા પોતાનું નામ બનાવ્યુ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top