સુડોળ શરીર બનાવવાની હોડમાં ક્યારેક વધુ પડતી કસરત કરવી એ જીવલેણ સાબિત થતી હોય છે. હજુ ગયા મહિને જ ટીવી સિરીયલોના એક્ટર અને બિગબોસના વિજેતા સિદ્ધાર્થ શુકલાનું ઉંઘમાં જ હાર્ટ એટેકના લીધે મૃત્યુ થયું હતું. આ કમભાગી ઘટનાની કળ વળી નથી ત્યારે ફિલ્મીજગતમાંથી વધુ એક દુ:ખદ સમાચાર આવ્યા છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના એક જાણીતા અભિનેતાનું જિમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાના લીધે મોત થયું છે.
સુપરસ્ટાર એક્ટર પુનિથ રાજકુમાર (Puneeth Rajkumar) ને આજે સવારે જિમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. તેમની તબિયત બગડતાં તાત્કાલિક બેંગલુરૂના વિક્રમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, તબીબો પુનિથની સારવાર શરૂ કરે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ એસ બોમ્બઇ એક્ટરની તપાસ માટે હોસ્પિટલ મોકલ્યા હતા.
પુનિથ રાજકુમારની ઉંમર માત્ર 46 વર્ષ હતી
પુનિથ રાજકુમારની ઉંમર વધારે નહોતી. તેઓ સિદ્ધાર્થ શુકલા કરતા માત્ર 6 વર્ષ મોટા હતા. તેમની ઉંમર 46 વર્ષ હતી. આટલી નાની ઉંમરે અભિનેતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે, ત્યારે તેમના ચાહકોમાં શોકની લાગણી ફરી વળી છે. એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ની ઉંમર પણ ફક્ત 40 વર્ષની હતી જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો ત્યારબાદ તેમનું નિધન થઇ ગયું. તમને જણાવી દઇએ કે સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) પણ જિમ અને વર્ક આઉટના ખૂબ શોખીન હતા. ગત થોડા સમયમાં ખૂબ વર્કઆઉટ કરનારાઓને હાર્ટ એટેક આવવાના કેસ સામે આવ્યા છે.
મોટાભાઈની નજર સામે જ પુનિથનું મૃત્યુ થયું
કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર છેલ્લે Yuvarathnaa ફિલ્મનું શૂટિંગ કરતા જોવા મળ્યા હતા. પુનિથ રાજકુમાર (Puneeth Rajkumar) ના મોટા ભાઇ અને અભિનેતા શિવરાજકુમાર અને યશ પણ તે વખતે જિમમાં હતા જ્યારે પુનિથનું મૃત્યુ થયું હતું. પુનિથ રાજકુમાર (Puneeth Rajkumar) ના અચાનક નિધનથી ફિલ્મ જગત આધાતમાં સરી ગયું છે.