સાઉથના પ્રતિભાશાળી ચરિત્ર ભૂમિકા ભજવતા અભિનેતા જેવા કે ગિરીશ રઘુનાથ. કર્નાડ, તમિલ ફિલ્મોમાં ચરિત્ર ભૂમિકા ભજવતા એક્ટર પ્રભુ જેમના પિતા પણ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટા ગજાના કલાકાર હતા, એક્ટર્સ જેવાકે વિનુ ચક્રવર્તી ,કર્ણાટકના અનંત નાગરકટ્ટે ઉર્ફ અનંત નાગ (માલગુડી ડેઝ), સરથ, નારાયણ સ્વામી, સલીમ અહેમદ, કર્ણાટકના જાણીતા એક્ટર, વિલન અને ચરિત્ર અભિનેતા અંબરીશ તેમનું ઓરિજિનલ નામ મલ્લાવલ્લી ગોવડા અમરનાથ છે અને બીજા એક્ટર ભાગ્યરાજ છે, વળી મલયાલમ – તમિલ ફિલ્મોના ચરિત્ર અભિનેતા શ્રીનિવાસનને આપણે કેવી રીતે ભૂલી જઈએ ‘થલાઈવા’ રજનીકાંતની ફિલ્મોમાં શ્રીનિવાસને આપણે જોતા જ આવતા હતા.
તમિલ અને મલયાલમ સિનેમાના જાણીતા ચરિત્ર ભૂમિકાઓના ચહેરા જેવા કે મલયાલી એક્ટર નેડૂમૂડી વેણુ જેમણે 500થી વધુ તમિલ અને તેલુગુ સિનેમામાં અભિનય આપ્યો છે, આ તમામ કલાકારોમાં હજી પણ જેમની અભિનયની સફર અવિરત આગળ વધતી રહી છે જેમણે તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી, ઈંગ્લીશ ફિલ્મ સહીત 300થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો છે.આપણે તેમને પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી અભિનીત બ્લોકબસ્ટર તેલુગુ ફિલ્મ “બાહુબલી” માં જોયા હતા, એવા એક્ટર /ખલનાયક / ચરિત્ર અભિનેતા નાસિર ફરી ચર્ચામાં આવ્યા છે, મૂળ તેઓ ફિલ્મ કે થિયેટરના બાળ કલાકાર પણ નહોતા કે તેમના પરિવારમાં કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહોતું.
તેમનું ઓરીજીનલ નામ Muhammad Hanif Mehaboob Pasha છે, ઇજિપ્તના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જમાલ અબ્દુલ નસરને તેઓ પોતાના આદર્શ માનતા હતા એટલે તેમણે પોતાનું નામ ‘નસર’ પાડ્યું હતું. તમિલનાડુ ચેન્નાઈમાં તેમના પિતાનો Chengalpet બસ ટર્મિનસ એરિયામાં સોનાના જુના ઘરેણાં પોલિશ પરંપરાગત વ્યવસાય હતો અને તેઓ સોનાના ઘરેણાં પોલિશ કરતા હતા. એક્ટર Nassar ના ત્રણ ભાઈ અને એક બહેન છે, તેમણે Madras Christian College થી બી.એસ.સી બોટની વિષયમાં કર્યું હતું. બી.એસ.સી કર્યા બાદ ભારતીય હવાઈદળમાં ( ઇન્ડિયન એરફોર્સ)માં 10 વર્ષ સુધી એરમેનની ફરજ બજાવી હતી.
ઇન્ડિયન એરફોર્સની નોકરી છોડી તેમણે અભિનય કરવા માટે એક્ટિંગ ડિપ્લોમા કોર્સ કર્યો હતો, મદ્રાસ ડ્રામા સોસાયટીમાં તેઓ મેમ્બર બન્યા હતા , જાતે નાટકોની પટકથા લખતા હતા, ડિરેક્ટ પણ કરતા હતા, તેઓ સાથે સાથે તમિલ ફિલ્મોમાં અભિનય પણ કરવા માંગતા હતા અને બધે કામ શોધી રહ્યા હતા ત્યારે તેઓ તેમની ભાવિ પત્ની Kameela ને મળ્યા હતા અને તેમના પ્રેમમાં પડ્યા હતા અને ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. બંનેને સંતાનમાં ત્રણ દીકરા છે.
તેમના સંઘર્ષના દિવસની વાત કરીએ તો 1982 -1983માં તેમણે ચેન્નઈની એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અભિનયની તાલીમ લીધી હતી. તેમણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગનો ડિપ્લોમા મેળવ્યા બાદ ફિલ્મમાં કામ મેળવવા માટે ઘણા પ્રયત્ન કર્યા હતા પણ તેમને કામ મળતું નહોતું. ત્યારે તેમણે આર્થિક બોજો દૂર કરવા અને બ્રેડ બટર માટે ચેન્નાઇની Taj Coromandel Hotel ના કેટરિંગ ડિપાર્ટમેન્ટમાં પણ કામ કર્યું હતું.
સંઘર્ષના સમયમાં તેઓ ન્યુઝપેપર અને મેગેઝીન માટે વાર્તાઓ, કવિતાઓ લખવાનું પણ કામ કરતા હતા. વર્ષ 1985માં તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી પોપ્યુલર ફિલ્મમેકર કે.બાલાચંદરની તમિલ ફિલ્મ ‘Kalyana Agathigal’ માં તેમણે અભિનયની શરૂઆત કરી હતી. ત્યારબાદ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘વેલાઈકરણ’ માં નેગેટિવ ભૂમિકા મળી હતી. 1989માં ફિલ્મ ‘કોકિલા’ દ્વારા તેમણે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી હતી. વર્ષ 1990માં સુપરસ્ટાર મોહનલાલ અભિનીત ફિલ્મ ‘મુખમ’ દ્વારા મલયાલમ ફિલ્મમાં એન્ટ્રી લીધી હતી.
તેમણે સાઉથના સિનેમામાં તો પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને સાઉથના સિનેમા સાથે તેઓ હિન્દી સિનેમામાં પણ એટલા જ સક્રિય રહ્યા છે. હાલમાં તેઓ ‘ચાણક્ય’ ફેમ ફિલ્મમેકર ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદી દિગ્દર્શિત હિન્દી ફિલ્મ ‘રામસેતુ’ માં સાઈન કરવામાં આવ્યા છે, તેઓ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે, ફરી ચર્ચામાં આવ્યા છે. તેમનો બીજા નંબરનો દીકરો Luthfudeen પણ ખબરોમાં ચમકતો રહે છે.
પણ અભિનયમાં સક્રિય છે તેણે તમિલ ફિલ્મ Parandhu Sella Vaa માં સિંગાપોરિયન એક્ટ્રેસ Narelle Kheng ને લિપ લોક આપ્યું હતું અને હોબાળો મચી ગયો હતો. ત્યાર બાદ અનુભવ સિન્હા દિગ્દર્શિત સુપરહિટ ફિલ્મ ‘આર્ટિકલ 15’ માં તેમણે મનોજ પાહવા અને કુમુદ મિશ્રા અને આયુષ્માન ખુરાના સાથે અભિનય આપ્યો હતો, અનુભવ સિન્હાની હિન્દી ફિલ્મ ‘આર્ટિકલ 15’ માં તેમણે સીબીઆઈ ઓફિસર પાણીકરની ભૂમિકા ભજવી હતી.