Entertainment

હોલીવુડ અભિનેતા જીન હેકમેન અને તેમની પત્નીનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા

હોલીવુડ જગતમાંથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેતા જીન હેકમેન અને તેમની પત્ની બેટ્સી ન્યૂ મેક્સિકોમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે.

હોલીવુડના પ્રખ્યાત અભિનેતા જીન હેકમેન અને તેમની પત્ની બેટ્સી ન્યૂ મેક્સિકોમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. 95 વર્ષીય અભિનેતા જીન હેકમેન અને તેમની પત્નીના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. સાન્ટા ફે પોલીસે ધ સનને જણાવ્યું અને જીન હેકમેન અને તેમની પત્નીના મૃત્યુની પુષ્ટિ કરાઈ છે. આ બે ઉપરાંત અભિનેતાનો કૂતરો પણ ઘટનાસ્થળે મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે.

કારણ સ્પષ્ટ નથી, તપાસ ચાલુ છે
ઓસ્કાર વિજેતા અભિનેતા જીન હેકમેન અને તેમની પત્ની બુધવારે ન્યૂ મેક્સિકોમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા એમ સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે. જોકે અધિકારીઓએ તેમના મૃત્યુના સંજોગો વિશે વધુ વિગતો આપી નથી. હાલમાં તપાસ ચાલી રહી છે. સાન્ટા ફે કાઉન્ટી શેરિફ ઓફિસના પ્રવક્તા ડેનિસ અવિલાએ જણાવ્યું હતું કે પોલીસે બુધવારે સ્થાનિક સમય મુજબ બપોરે 1:45 વાગ્યે ઘરની તપાસ કરવાની વિનંતીનો જવાબ આપ્યો અને હેકમેન, તેમની પત્ની બેટ્સી અરાકાવા અને કૂતરો મૃત હાલતમાં મળી આવ્યો.

હેકમેનને બે વાર ઓસ્કાર મળ્યો હતો
હેકમેન હોલીવુડના પ્રખ્યાત સ્ટાર્સમાંના એક હતા. ૧૯૭૧માં તેમણે વિલિયમ ફ્રીડકિનની થ્રિલર ફિલ્મ “ધ ફ્રેન્ચ કનેક્શન” માં જીમી ‘પોપાય’ ડોયલની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર જીત્યો. ૧૯૯૨માં તેમણે ક્લિન્ટ ઇસ્ટવુડની પશ્ચિમી ફિલ્મ ‘અનફોર્ગીવન’માં લિટલ બિલ ડેગેટની ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ઓસ્કાર જીત્યો હતો.

Most Popular

To Top