Gujarat

‘55થી વધુ ઉંમરના કાર્યકરોએ ટિકિટ માંગવી નહીં’: ભાજપ પ્રમુખના નિવેદનથી ખળભળાટ

સુરત: (Surat) સુરતમાં ભાજપ (BJP) શાસનની 25 વર્ષની વિકાસ ગાથા બુકના વિમોચન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (C R Patil) મનપાની ચૂંટણીના ઉપલક્ષ્યમાં એવું કહ્યું હતું કે, રાજકીય પક્ષના કાર્યકરો સેવાની ઈચ્છા હોવાથી નિવૃત્તિ લેતા નથી. પ્રદેશ પ્રમુખે એવી પણ જાહેરાત કરી હતી કે, 55 વર્ષથી વધુ વયના નેતાઓ ટિકિટનો દાવો કરે નહીં, પ્રદેશ પ્રમુખના આ નિવેદનથી ભાજપના 55 વર્ષથી ઉપરની ઉંમરના (AGE) નેતાઓમાં ખળભળાટ મચી ગયો છે.

સુરતમાં ભાજપાની 25 વર્ષની વિકાસ ગાથા બુકનું વિમોચન કરાયું હતું. વિકાસનું સિલ્વર જ્યુબિલી વર્ષ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકર્તાઓને હસતા હસતા સંદેશો આપ્યો હતો કે, 55 વર્ષથી વધુના કાર્યકરો ટિકિટ ન માંગતા. 23મીએ ચૂંટણી જાહેર થવાનાં ભણકારા વાગે છે. 24મીથી તો નિરીક્ષકો સુરત આવવાના છે. આપણે ત્યાં પાર્ટીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ કોઈ લેતા નથી, ફરજિયાત જ કરવું પડે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં સેવાની ઈચ્છા એટલી હોય છે કે નિવૃત્તિ લેતા નથી.

આજે મહાનગર પાલિકાઓ માટે જાહેરનામું બહાર પડવાની શક્યતાથી રાજકીય ગરમાવો

સુરત : સુરત સહિત તમામ મહાનગર પાલિકાઓની ચૂંટણી માટે જોરશોરથી તૈયારીઓ થઇ ગઇ છે. રાજકીય પક્ષો અને તેના ટિકિટના દાવેદારો પણ દોડતા થઇ ગયા છે. ત્યારે જેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. તે ચૂંટણી પંચનું જાહેરનામું 23મી તારીખે જાહેર થઇ જવાની શક્યતા હોય, રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. સુરત મનપા કમિશનરે પણ શુક્રવારે સ્થાયી સમિતિમાં સુવિધાનાં કામો સહિત અનેક દરખાસ્તો તેમજ કર અને દરની દરખાસ્ત વગેરેને ફટાફટ મંજૂરી આપી દીધી હતી. તેમજ આચાર સંહિતાનું ગ્રહણ ના લાગે તે માટે સુડાનાં ઘણાં કામો પણ મંજૂર કરી દીધાં હતાં.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં મઢીમાં ભાજપને આંચકો, 150 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

બારડોલી : મઢીના ડેપ્યુટી સરપંચ, સુરાલીના પંચાયત સભ્ય મસાડ,ઝરીમોરા અને બામણીયાના સરપંચો, વાંસકુઇના માજી સરપંચ, 20થી 25 વર્ષ જૂના ભાજપના કાર્યકરો, સહકારી ક્ષેત્રના આગેવાનો, વ્યાપારી આગેવાનો અને 150 જેટલા કાર્યકરો ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાતા રાજકારણ ગરમાયું છે.

શનિવારે બારડોલી તાલુકાના વ્યાપારી મથક એવા મઢી-સુરાલી ખાતે શ્રીરામજી મંદિર ખાતે સુરાલી જિલ્લા પંચાયત બેઠક તથા એના અંતર્ગત આવતી પાંચ તાલુકા પંચાયત બેઠકો મઢી, સુરાલી 1, સુરાલી 2, અકોટી અને વઢવાણીયાના આગેવાનો તથા કાર્યકર્તાઓ દ્વારા મહા જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી, સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદભાઇ ચૌધરી, દર્શનભાઇ નાયક, પ્રદેશ મહામંત્રી સ્વાતિ પટેલ, મહિલા કોંગ્રેસ પ્રમુખ મીનાબેન ચૌધરી, માજી ધારાસભ્યઓ ઇશ્વરભાઇ વહિયા તથા અનિલભાઇ પટેલ, તાલુકા પ્રમુખ ગણપતભાઇ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મઢીના ડેપ્યુટી સરપંચ, સુરાલીના પંચાયત સભ્ય, મસાડ, ઝરીમોરા અને બામણીયાના સરપંચો, વાંસકુઇના માજી સરપંચ, 20થી 25 વર્ષ જૂના ભાજપના પાયાના કાર્યકરો, સહકારી ક્ષેત્રના આગેવાનો, વ્યાપારી આગેવાનો, મહિલાઓ, યુવાનો સહિત 150 જેટલા કાર્યકરો ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા હતા. સાથે જ મઢી સુગરમાં જીત બદલ સુરેશભાઇ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું. ડો.તુષારભાઇ ચૌધરી, આનંદભાઇ ચૌધરી તથા દર્શનભાઇ નાયકે સૌને કોંગ્રેસનો ખેસ પહેરાવી પુષ્પગુચ્છ આપી કોંગ્રેસમા ઉમળકાભેર આવકાર્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top