Gujarat

એકલા રહેતા વૃદ્ધ નાગરિકોની સુરક્ષા માટે ગુજરાત પોલીસનો એકશન પ્લાન

GSNDHINAGAR : સમાજમાં એવા ઘણા વરિષ્ઠ નાગરિકો છે કે જેવું સંતાનો સાથે રહેતા નથી. પરિણામે આવા વરિષ્ઠ નાગરિકો અથવા એક દંપતિ એકલા રહેતા હોય છે ત્યારે આવું એકલવાયું જીવન જીવતા વૃદ્ધ નાગરિકોને સહેલાઇથી ટાર્ગેટ ( TARGET) બનાવી શકાય છે આથી રાજ્ય પોલીસ દ્વારા વૃદ્ધ નાગરિકોની સુરક્ષાને લઇને એકશન પ્લાન ( ACTION PLAN) તૈયાર કરવામાં આવ્યો છે.

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા ( ASHISH BHATIYA) એ પરિપત્ર બહાર પાડી તમામ પોલીસ અધિકારીઓને આ અંગે આદેશ કર્યા છે કે, 15 એપ્રિલ 2021 પહેલા તમામ સિનિયર સિટીઝન્સની નોંધણી કરવામાં આવે. આ ઉપરાંત સિનિયર સિટીઝન્સની સુરક્ષા માટે અપનાપન નામની એક વ્યવસ્થા ગોઠવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન્સની યાદી બનાવવામાં આવે, જેમાં તેમનું પૂરું નામ, સરનામું, ફોન-નંબર, સગા સંબંધીઓ, પાડોશીઓ વગેરેની વિગતો મેળવવાની રહેશે. વરિષ્ઠ નાગરિકોના ત્યાં રોજિંદો વ્યવહાર મુલાકાતી કોણ કોણ સંપર્કમાં આવે છે. કામવાળા, ડ્રાઇવર, મકાન માલિક, કે ભાડુઆત, દૂધ આપવા આવનાર, કરિયાણું આપનાર, ન્યૂઝપેપર નાખનાર, સિક્યુરિટી ગાર્ડ વગેરે લોકોના પણ જરૂરી ડેટા પોલીસ દ્વારા રેકોર્ડ ઉપર રાખવામાં આવશે.

સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા પેટ્રોલિંગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ નિયમિત રીતે તેમના વિસ્તારના સિનિયર સિટીઝન્સની મુલાકાત લેવાની રહેશે. મુલાકાત લીધા બાદ તેમની સાથે થયેલી કાર્યવાહીની રજિસ્ટરમાં નોંધ પણ કરવાની રહેશે. રૂબરૂ મુલાકાત દરમિયાન વરિષ્ઠ નાગરિકો પાસેથી જો કોઈ ફરિયાદ, સમસ્યા, અરજી મળી હશે, તો તે સમસ્યાઓનું મુશ્કેલી અને સમાધાન કરવાનો પ્રયાસ કરવાનો રહેશે. તેમજ સિનિયર સિટીજન્સને જો કોઈ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લાઈટ બિલ, ગેસ સિલિન્ડર ભરાવવા, દવાઓ મેળવવી જેવા કામકાજ માટે પોલીસ મદદરૂપ થશે.

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ એવી પણ સૂચના આપી છે કે મા-બાપ અને વરિષ્ઠ નાગરીકોના ભરણપોષણ અને કલ્યાણ બાબતો અધિનિયમ મુજબ જે કોઈ વ્યક્તિ વરિષ્ઠ નાગરિકની દેખરેખ તથા સંરક્ષણ માટે બંધાયેલી હોય, તે વ્યક્તિ આવા વરિષ્ઠ નાગરિકોને ઇરાદાપૂર્વક કોઇ જગ્યાએ મૂકી આવે, ત્યારે તેને ત્રણ મહિનાની કેદ અથવા 500 રૂપિયા સુધીના દંડની અથવા આ બંને સજાની જોગવાઈ છે. તેમજ ભરણપોષણ માટે અરજી કરવા હકદાર હોય તેવા વરિષ્ઠ નાગરિકોને દાવો દાખલ કરવા માટે પણ પોલીસ મદદ કરશે

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top