ગોવા (Goa) ગુટખાના માલિક જગદીશ જોશીને મુશ્કેલીઓ આવી શકે છે. પુણે પોલીસે ગુજરાતમાંથી ગોવા ગુટખા બનાવવા માટે કરોડોનો માલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પુણે પોલીસે ગુજરાતના સેલવાસ વિસ્તારમાં આવેલી મોટી ગુટખાની ફેક્ટરી (tobacco factory)માં દરોડો પાડ્યો હતો અને ગુટખા બનાવવા માટે વપરાતી સામગ્રી સહિત રૂ .15 કરોડનો માલ કબજે કર્યો હતો.
પુણે પોલીસે કાર્યવાહી કરી દરોડા પાડ્યા, 15 કરોડનો માલ જપ્ત કરાયો
પુણે પોલીસ (puna police)ના જણાવ્યા અનુસાર, દેશમાં ગુટખા સામે આ અત્યાર સુધીનો સૌથી મોટો દરોડો છે. જો જપ્ત થયેલ ગુટખા બનાવવા માટેની સામગ્રી પૂણે લાવવામાં આવનાર હોય, તો 15 મોટા કન્ટેનરની જરૂર પડશે. તેથી, જપ્ત કરાયેલ પ્રતિબંધિત ઉત્પાદન માલ તેમને નષ્ટ કરવા માટે ગુજરાતના એફડીએને સોંપવામાં આવ્યો છે. કાશી વેન્ચર્સ નામની કંપની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ કામગીરીનું નેતૃત્વ કરનારા વરિષ્ઠ પોલીસ નિરીક્ષક રજનીશ નિર્મલે જણાવ્યું હતું કે, 17 નવેમ્બર 2020 ના રોજ પૂણેમાં મંજરી અને હડપસર પાસેથી 7.50 લાખ રૂપિયાની પ્રતિબંધિત ઉત્પાદન (production) જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ચાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. વિકાસ કદમ અને મિથુન નવલે, પુનાના વેચાણ વિભાગના વડા, સતીષ વાઘમરે, જેણે ટ્રક ચલાવ્યો હતો અને પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે.
17 નવેમ્બર 2020 અને 8 જાન્યુઆરી 2021 ની વચ્ચે પૂણે પોલીસે ગુટખાના ગોડાઉન (go down) પર 28 સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરમિયાન પોલીસે હવાલા સર્વિસથી પૈસા મેળવનારા 9 લોકોની ધરપકડ કરી હતી. પુણે પોલીસના જણાવ્યા મુજબ સિલવાસા પાસેથી જપ્ત કરાયેલા માલ અને પાઉચ બનાવતા ગોવા ગુટખા પર જલદીશ જોશીના ફોટોગ્રાફ્સ છાપવામાં આવ્યા છે. જેથી આ માલ સામગ્રી ડાય સહિતનો માલ ક્યાંથી આવ્યો અને કેટલો મોટો આ વેપલો છે તે દિશામાં પણ તપાસ હાલ પોલીસે હાથ ધરી છે.
હવે પુણે પોલીસ ધરપકડ કરાયેલા આરોપીની પૂછપરછ માં વ્યસ્ત છે
પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ થયેલ આરોપીને તો પૂછવામાં આવશે જ સાથે ગોવાના ગુટખા બનાવતા તમામ મોટા લોકોની પૂછપરછ (inquiry) કરવામાં આવશે. જોકે ગોવામાં ગુટખાના નિર્માણ સાથે સંકળાયેલા કોઈ મોટા વ્યક્તિનું નામ નથી. પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે ગોવા ગુટખા સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ કરવી જરૂરી થઇ પડી છે.