Charchapatra

અભિનય

નાટય ક્ષેત્રે કે ફિલ્મ ક્ષેત્રે અભિનયનું મહત્ત્વ અતિ મહત્ત્વનું છે. અભિનેતા, અભિનેત્રી કે ખલનાયક વિના નાટક કે ફિલ્મ શકય જ નથી. એક શ્રેષ્ઠ દૃષ્ટાંત હમણાં વાંચવા મળ્યું. શ્રી ઇશ્વરચંદ વિદ્યાસાગર એક ધીર ગંભીર, સૌમ્ય તથા શાંત વ્યકિત હતા. એક નાટક ખાતે એક ખલનાયકનો અભિનય જોઇ એમને ખૂબ ક્રોધ ચઢયો અને એમણે પોતાનો જોડો એ રંગમંચ પર ખલનાયક પર ફેંકયો. ખલનાયકે કહ્યું, ‘આ જોડો મારે માટે શ્રેષ્ઠ પારિતોષિક છે, મેં મારી ખલનાયકી (અભિનય) દ્વારા ઇશ્વરચંદ વિદ્યાસાગર જેવી મહાન વ્યકિતને ક્રોધ કરવા ચલિત કરી દીધા.  હતો તો ફકત અભિનય જ ને? પરંતુ એ અભિનેતાએ પાત્રમાં પ્રવેશી જઇ ઇશ્વરચંદને ખળભળાવી દીધા! કેટલો ઉત્તમ અભિનય હશે એની કલ્પના થઇ શકે છે.

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રાણ, અજીત, શેખમુખ્તાર, પ્રેમ ચોપરા, રણજીત જેવા ખલનાયકોએ ખલનાયકી દ્વારા સ્થાન ખલનાયકી ક્ષેત્રે મજબૂત કર્યું હતું. એમનો ફિલ્મના પડદે પ્રવેશ થાય કે દર્શકો, ‘હમણાં કંઇ અજુગતું બનશે’ એવો વિચાર અવશ્ય કરતા હશે. પ્રાણ સરનું નામ જ ટાઇટલમાં ‘એન્ડ પ્રાણ’ તરીકે આવતું.  અર્થાત્ અભિનયમાં ખલનાયકીમાં એ પ્રાણ પૂરી દેતા હશે. ‘દિલ દિયા દર્દ લિયા’ ફિલ્મમાં કયારેક દિલીપકુમાર કરતાં વધુ શ્રેષ્ઠ અભિનય કરી ગયા હતા. અભિનયની દુનિયામાં પ્રાપ્ત થયેલ પાત્રને આત્મસાત્ કરવું અગત્યનું કહેવાય, પછી એ નાયક હોય કે ખલનાયક દર્શકોને જકડી રાખવા અનિવાર્ય, અભિનય દ્વારા.
સુરત     – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આપણો નાતો
આજકાલ બજારમાં ખરીદી કરવા જાવ એટલે ચીજ વસ્તુઓના ભાવ સાંભળી મગજ ભમવા લાગે ચક્કર જ આવી જાય. આધુનિક જીવન હવે સવિશેષ સંઘર્ષભર્યું, સ્પર્ધાત્મક બની ગયું. આર્થિક, માનસિક તનાવનું સામ્રાજય દિનપ્રતિદિન ફૂલતું ફાલતું જ જાય છે. ડી.એ. વધારો જાહેર થાય પરંતુ જેટલા પ્રમાણમાં ભાવો ઉંચકાય તેટલો નહિ. મધ્યમ વર્ગની હાલત શેરડીના કૂચા જેવી. સામસામે ઊભેલો માણસ શેરડીના કૂચાને પીસ્યા કરે, પીસ્યા જ કરે અને આખરે એક ટીપું બાકી ન રહે ત્યારે ચાલક આદુ અને લીંબુ છોડા વચ્ચે મૂકી રહ્યો સહ્યો કસ કાઢી લે.

સમાજમાં મધ્યમ વર્ગ આવી જ હાલતમાં જીવે છે. લોન લઇ લઇ ભારણ વધારતો જાય. શિક્ષણ, સમાજજીવન, સાંસારિક જીવન બધું જ હચમચી ગયું. વિકાસની વાત બરાબર છે પરંતુ મધ્યમ વર્ગ મથામણ કરતાં કરતાં ટકી રહે એવા ભાવ સ્થિર તો કરો. સમય અને ભરતી કોઇની રાહ જોતાં નથી. થોમસ કુલેર લખે છે સો મજબૂત હાથ કરતાં એક સારું ભેજું વધારે સારું. કાન અને આંખની સરખામણીમાં આંખ વધારે વિશ્વાસઘાત સાક્ષી છે. આપણો એ મોંઘવારી નાતો દાયકાઓનો અખંડ લાગે છે.
સુરત              – કુમુદભાઇ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top