National

હાઇવે પર બેફામ ટ્રક ડ્રાઇવરોને સીસીટીવી કેમેરાથી રોકાશે, બે કરોડનો પાઇલટ પ્રોજેક્ટ

હાઇવે ઉપર વન નંબર ટ્રેક કે પછી હાઇ સ્પીડ ટ્રેક કે રાઇટ સાઇડ ટ્રેક પર ટ્રક દોડતી દેખાતાં રેન્જ આઇજી સુરત દ્વારા આવા ડ્રાઇવરોને સીધા એરેસ્ટ કરવાનો આદેશ આપવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. સરવાળે દક્ષિણ ગુજરાતના માથાભારે ટ્રાન્સપોર્ટરો ફફડી ગયા છે.

હાઇવેના હાઇ સ્પીડ ટ્રેકમાં દોડનારા આ ટ્રક ડ્રાઇવરોને હવે સીધા જેલના સળિયા પાછળ નાંખવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત અને સુરતના ટ્રાન્સપોર્ટરો દ્વારા તેમના માથાભારે ટ્રક ડ્રાઇવરોની ધરપકડ થતાં આ રોકવા માટે રેન્જ આઇજી પાસે ટાઇમ માંગવામાં આવ્યો છે. આ તમામમાં હાલમાં કીમ ચોકડી પાસે સોળ લોકોના ડમ્પર નીચે થયેલાં કરુણ મોત પછી રેન્જ આઇજી રાજકુમાર પાંડિયન સીધા મેદાનમાં આવી ગયા છે.

તેમણે વલસાડથી ભરૂચના ટ્રેક પર દોડી રહેલી બેફામ ટ્રકના ડ્રાઇવરોને જેલમાં ધકેલવા માટે આદેશ આપ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં પ્રથમ વખત સીસીટીવી કેમેરા નેશનલ હાઇવે પર લગાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેથી બેફામ ટ્રક ચલાવતા ડ્રાઇવરોને સીધા જેલમાં ધકેલી શકાય. દેશમાં આ રીતે શરૂ થનાર આ બીજા નંબરનો પ્રોજેક્ટ છે.

આગ્રા પછી દ.ગુજરાતમાં બે કરોડના ખર્ચે નેશનલ હાઇવે પર સીસીટીવી કેમેરા લગાવાશે

દેશમાં હાલમાં આગ્રા એક્સપ્રેસ હાઇવે પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવયા છે. ગુજરાતમાં પ્રથમ વખત શરૂ થનારા આ પાયલટ પ્રોજેક્ટ વિશે રેન્જ આઇજી રાજકુમાર પાંડિયને જણાવ્યું કે, બે કરોડના ખર્ચે તેઓ વાપીની મલ્ટિનેશનલ કંપનીની મદદથી આવતા દિવસોમાં સીસીટીવી કેમેરા નેશનલ હાઇવે પર લગાડવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેમાં જો કોઇ ટ્રક ડ્રાઇવર વારંવાર સ્પીડ ટ્રેક પર આવતો દેખાયો તો તેને જે-તે ટોલનાકા પર સીધો જેલભેગો કરવામાં આવશે કે પછી દંડ વસૂલવામાં આવશે. જે રીતે વલસાડથી ભરૂચ નેશનલ હાઇવે પર ટ્રક ડ્રાઇવરો સામે ફરિયાદ છે તેને ટાળવા માટે આ પાઇલટ પ્રોજેક્ટનો અમલ તેઓ દ્વારા આવતા થોડા દિવસોમાં શરૂ કરવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top