Business

આ બ્રાન્ડ ફરી ભારતમાં મોબાઈલ લોન્ચ કરશે, વનપ્લસ અને રેડમીને આપશે ટક્કર

નવી દિલ્હી: ભારતીય સ્માર્ટફોન (SmartPhone) માર્કેટમાં ટૂંક સમયમાં એક નવી બ્રાન્ડ (Brand) જોવા મળશે. જો કે આ બ્રાન્ડના ફોન પહેલા પણ ઉપલબ્ધ હતા પરંતુ આ બ્રાન્ડે થોડા વર્ષો પહેલા ભારતમાં તેનો સ્માર્ટફોન બિઝનેસ બંધ કરી દીધો હતો. હવે કંપની ભારતીય બજારમાં ફરી એન્ટ્રી કરી રહી છે. અમે એસર (Acer) વિશે વાત કરી રહ્યા છીએ. કંપનીએ ભારતીય સ્ટાર્ટઅપ ઈન્ડકલ સાથે સહયોગ કર્યો છે.

બેંગલુરુ (Bangluru) સ્થિત સ્ટાર્ટઅપ ઈન્ડકાલ ટેક્નોલોજીસ (Indcal Technologies) એ એસર બ્રાન્ડેડ સ્માર્ટફોન માટે લાઇસન્સ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કંપનીએ વર્ષો પહેલા ભારતીય બજારમાં તેના સ્માર્ટફોનનું વેચાણ બંધ કરી દીધું હતું, પરંતુ હવે તે ફરી એક વખત કમબેક કરી રહી છે.

ઈન્ડકાલ એ ગયા મહિને સિરીઝ એ ફંડિંગમાં આશરે રૂ. 300 કરોડ મેળવ્યા છે. કંપની ભારતીય બજારમાં એસર બ્રાન્ડિંગ ફોન પાછા લાવી રહી છે. ટૂંક સમયમાં જ અમને આ તાઈવાની બ્રાન્ડના ફોન જોવા મળી શકે છે. આ ડીલ હેઠળ ઈન્ડકાલ એસર બ્રાન્ડેડ સ્માર્ટફોન ડિઝાઇન, ઉત્પાદન અને વિતરણ કરશે. કંપનીની વાત માનીએ તો તેઓ ઘણા સ્માર્ટફોન લોન્ચ કરશે. આ ફોનની કિંમત 15 હજારથી 50 હજાર રૂપિયાની વચ્ચે હશે. કંપની એન્ટ્રી લેવલ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે નહીં.

આ બ્રાન્ડ મિડ-રેન્જ સ્માર્ટફોન્સ સાથે તેની સફર શરૂ કરવા માંગે છે. આ સેગમેન્ટમાં કંપની વિવો, રેડમી, વનપ્લસ, આઈક્યૂ00 જેવી બ્રાન્ડ્સ સાથે સીધી સ્પર્ધા કરશે. આ બ્રાન્ડ્સ ભારતીય બજારમાં સારી પકડ ધરાવે છે. આવી સ્થિતિમાં, એસર બ્રાન્ડિંગવાળા ફોનને કંઈક અનોખું લઈને આવવું પડશે.

જેડ ઝોઉ, વાઈસ પ્રેસિડેન્ટ, ગ્લોબલ સ્ટ્રેટેજિક એલાયન્સ, એસર ઈન્ક. એ જણાવ્યું હતું કે, અમે ઉત્સાહિત છીએ કે ઈન્ડકાલ ટેક્નોલોજીસ ભારતમાં એસર બ્રાન્ડેડ સ્માર્ટફોનની વિશાળ શ્રેણી સાથે આ મિશનને આગળ ધપાવશે. આ સાથે, વપરાશકર્તાઓ પાસે વધુ વિકલ્પો હશે અને વધુ સારો અનુભવ મળશે.

એસર સ્માર્ટફોન ભારતમાં જ બનાવવામાં આવશે કંપની આ સ્માર્ટફોનનું ભારતમાં ઉત્પાદન કરશે અને તે મેડ ઇન ઇન્ડિયા પહેલનો ભાગ હશે. આમાં અદ્યતન સોફ્ટવેર ટેકનોલોજી ઉપલબ્ધ થશે. જો ઈન્ડકલનું માનીએ તો તેઓએ દર વર્ષે 10 લાખ સ્માર્ટફોન બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

કંપનીએ કહ્યું કે એસર બ્રાન્ડેડ સ્માર્ટફોન ઓનલાઈન અને ઓફલાઈન બંને માર્કેટમાં ઉપલબ્ધ થશે. તમને જણાવી દઈએ કે એસર અને ભારતીય સ્ટાર્ટઅપ વચ્ચેનો આ બીજો સહયોગ છે. અગાઉ, કંપનીએ વર્ષ 2021માં એસર બ્રાન્ડિંગ સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું હતું.

Most Popular

To Top