સુરતઃ ગણેશોત્સવ દરમિયાન શહેરના વરિયાવી બજારમાં ગણેશ મૂર્તિ પર પત્થર ફેંકવાની ઘટના બાદ તંગદિલી સર્જાઈ હતી. ત્યાર બાદ કેટલાંક ઈસમોએ પોલીસ સ્ટેશનને ઘેરી પત્થરમારો કર્યો હતો. પોલીસને માર માર્યો હતો. આ કેસમાં સુરત પોલીસે 24 આરોપીને પકડ્યા હતા. તે તમામનો ઘટનાના 20 દિવસ બાદ રૂપિયા 25000ના શરતી જામીન પર છુટકારો થયો છે. આરોપીઓને કોર્ટની બહાર લઈ જતી વખતે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો, જેથી ફરી કોઈ કાંકરીચાળો ન થાય.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 8 ઓગસ્ટ 2024ના રોજ સૈયદપુરાના વરિયાવી બજારમાં સગીર મુસ્લિમ બાળકોએ ગણેશ મંડપ પર પત્થરો ફેંક્યા હતા. ત્યાર બાદ માહોલ તંગ થયો હતો. અડધો કલાકમાં સૈયદપુરા પોલીસ ચોકી પર લોક ટોળું ભેગું થઈ ગયું હતું. હિન્દુઓની ટોળું કસૂરવારો સામે સખ્ત કાર્યવાહીની માંગ કરતું હતું. સામા પક્ષે મુસ્લિમોનું ટોળું પણ ઉશ્કેરાયું હતું. અને થોડા જ સમયમાં નજીકના મકાનોના ટેરસ, બાલ્કનીમાંથી પોલીસ ચોકી અને પોલીસ જવાનો પર પત્થરમારો શરૂ થયો હતો.
આ ઘટનામાં પોલીસે 6 સગીર સહિત કુલ 32 લોકોને પકડ્યા હતા. 6 સગીર જુવેનાઈલ હોમમાંથી જાીન પર છુટ્યા હતા. 10 સપ્ટેમ્બરે 26 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાનય લેવાયા હતા. ત્યાર બાદ 12 સપ્ટેમ્બેર 24 આરોપીના વધુ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જ કોર્ટે વધુ રિમાન્ડ નામંજૂર કરતા 24 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આજે 27 સપ્ટેમ્બરે તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરાયા છે.