National

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા દર્શાવતી વીડિયો ગેમ બનાવનાર આરોપીની ઓળખ થઈ, કહ્યું હું…

નવી દિલ્હી: (New Delhi) પીએમ નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) હત્યા (Murder) દર્શાવતી વીડિયો ગેમ (Video Game) બનાવવાના આરોપીની (Accused) ઓળખ થઈ ગઈ છે. આ આરોપીએ લગભગ એક વર્ષ પહેલા આ ગેમ બનાવી હતી. ભૂતકાળમાં પંજાબમાં (Punjab) મોદીની સુરક્ષા (Security) હેઠળના ફ્લાયઓવરમાં ડેન્ટમાં જે પ્રકારની ઘટનાઓ બની હતી તે આ વીડિયો ગેમમાં પણ બતાવવામાં આવી છે. આ ગેમ રમતા આ આરોપીનો વીડિયો પણ વાયરલ (Video Viral) થયો હતો. 

ઓળખ થયા બાદ આરોપીએ વીડિયો જાહેર કરીને માફી (Sorry) માંગી છે. તે કહે છે કે લોકો તેને અને તેના પરિવારને ધમકી આપી રહ્યા છે. તે જ સમયે, સોશિયલ મીડિયા (Social Media) યુઝર્સે દિલ્હી પોલીસ, પંજાબ પોલીસ અને ગૃહ મંત્રાલયને (Home Ministry ) ટેગ (Tag) કર્યા છે અને આરોપીઓની ધરપકડ (Arrest) અને કડક સજાની માંગ કરી છે.

  • આરોપીએ યુટ્યૂબ પર વીડિયો અપલોડ કરી જાહેરમાં માફી માગી, કહ્યું, મોદીજીના જીટીએ ગેમપ્લે માટે હું દુ:ખી છું. મારી ભૂલ હતી અને હવે મને સમજાયું કે મેં જે કર્યું તે ખોટું હતું. હું હૃદયના ઊંડાણથી માફી માંગુ છું. વીડિયો બનાવ્યો ત્યારે હું બાળક હતો

આરોપીએ યુટ્યુબ (YouTube) પર હેપ્પી ગોલ્ડસ્મિથ (Happy Goldsmith) નામની ચેનલ (Channel) બનાવી છે. અહીંથી આરોપીની ઓળખ થઈ હતી. આરોપીએ તેની વીડિયો ગેમમાં બતાવ્યું હતું કે મોદીની કાર ફ્લાયઓવર પર રોકાઈ છે. ભીડ તેમને ઘેરી લે છે. મોદી છટકી જવાનો પ્રયાસ કરે છે, પરંતુ લોકો તેમને ઘેરી લે છે અને મારી નાખે છે. 

તમને જણાવી દઈએ કે 5 જાન્યુઆરીએ ફિરોઝપુર જતા સમયે લગભગ આ જ રીતે મોદીની સુરક્ષાનો ભંગ કરવામાં આવ્યો હતો. તેમના કાફલાને પ્રદર્શનકારીઓએ ફ્લાયઓવર પર અટકાવ્યો હતો. મોદીને 20 મિનિટ સુધી ત્યાં રોકાવું પડ્યું અને તેમનો જીવ જોખમમાં હતો. આ પછી જ લોકોએ સોશિયલ મીડિયા પર તપાસ કરી તો આ વીડિયો ગેમ સામે આવી. આરોપી પણ તેને રમતા જોવા મળ્યો હતો.

https://youtu.be/6X6s-N6Tc60

ઓળખ જાહેર થયા બાદ આરોપી હવે માફી માંગી રહ્યો છે. તેણે માફીનો વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ (Upload) કર્યો છે. તે ગુરુમુખી ભાષામાં બોલે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આરોપી પંજાબનો રહેવાસી છે. આરોપી કહી રહ્યો છે કે તેણે મોટી ભૂલ કરી છે અને તેને ખબર નહોતી કે મોદી સાથે આવી ઘટના બનશે. તેણે કહ્યું છે કે તેના કારણે પરિવારના સભ્યોને તેમના જીવ પર પણ ખતરો છે. તેનું કહેવું છે કે તે ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરે. તેણે કહ્યું કે તેણે મજા માણવા માટે આ ગેમ બનાવી છે. તેમને ખબર નહોતી કે ભવિષ્યમાં મોદી સાથે પણ આવું જ કંઈક થશે.

સોશિયલ મીડિયા યુઝર્સ આરોપીની ધરપકડની માગ કરી રહ્યાં છે

પંજાબમાં 5 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો બહાર આવ્યા બાદ આ વીડિયો ગેમ વધુ ચર્ચામાં આવી છે. એક વર્ષ પહેલાં લોન્ચ કરાયેલી વીડિયો ગેમમાં જે રીતે દર્શાવ્યું છે તે જ રીતે પંજાબમાં ફ્લાયઓવર પર નરેન્દ્ર મોદીના કાફલાને અટકાવી દેવાયો હતો. તેથી સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે ભરાયા છે અને ગેમ બનાવનાર આરોપીની ધરપકડની માંગ કરી રહ્યાં છે.

Most Popular

To Top